Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલાલપોર તાલુકાના માણેકપોર ખાતે સેનેટરાઈઝ દવાનો છંટકાવ કરાયો

  • April 22, 2020 

Tapi mitra News-સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારી સામે લડી રહયું છે. જે અન્વયે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવે છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના માણેકપોર ખાતે ગામના તમામ જાહેર રસ્તાઓ અને ગલીઓમાં સેનેટરાઈઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો. માણેકપોર/ટંકોલી જુથ ગ્રામપંચાયતના સરપંચશ્રી રીટાબેન નાયકાઍ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં બીજા તબક્કામાં તા.૩ મે સુધી લોકડાઉન અમલમાં મુકાયું છે. કોરોના વાયરસ ન ફેલાય તે માટે અમારા ગામમાં ૧૫ દિવસે સેનેટરાઇઝ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ ગ્રામજનોની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. તપાસણીમાં તેઓ પોતે આરોગ્યની ટીમ સાથે રહે છે અને ઘરે ઘરે જઇને કહે છે કે કોઇ બહારગામથી આવ્યું છે, વારંવાર હાથ ધોવા, તાવ શરદી ઉધરસ છે કે નહિ તે અંગે પણ પુછપરછ કરે છે અને જરૂરિયાતમંદોને રાશનકીટ તથા જરૂરી મદદ કરવામાં આવે છે. માણેકપોર ગામે દરરોજ આરોગ્ય તપાસણી દરમિયાન આરોગ્ય કર્મચારીશ્રી અંકિતસિંઘ તથા આશાવર્કર શ્રી પુનિતાબેન નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહયાં છે, તેમ સરપંચશ્રી રીટાબેન નાયકાઍ જણાવ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application