Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેટલીક સોસાયટીમાં બોર્ડ લાગ્યા ખબર અંતર પુછવા નહીં આવવું

  • April 22, 2020 

Tapi mitra News-કોરોનાના કારણે થયેલા લોક ડાઉનના બીજા તબક્કામાં કેટલાક લોકો પોતાના ઓળખીતાને મળવા ચોરી છુપીથી પહોંચતા હોવાથી સોસાયટીવાળાઓએ પોતાની સોસાયટીની બહાર ખબર અંતર પુછવા આવવું નહી તેવા બોર્ડ મુકી દીધા છે. સાથે મળવા આવનારાને ચીમકી આપી છે કે સોસાયટીમાં સીસી કેમેરા છે તેની નજરે ચઢવું નહી. તો કેટલાક વિસ્તારમાં બહારના વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે આડશ ઉભી કરવા સાથે પહેરો પણ મુકી દેવાયો છે.

સુરતમાં કોરોના અટકાવવા માટે લોક ડાઉનનું પાલન કેટલીક જગ્યાએ ચુસ્ત રીતે થઈ રહ્યું છે તો કેટલીક જગ્યાએ પાલન કરવામાં લોકોની બેદરકારી સામે આવી રહી છે. જ્યાં લોક ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નથી થતું તેવા વિસ્તારમાં કોરાનાના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો કેટલીક સોસાયટીના રહીશોએ સંપ કરીને પોતાની સોસાયટીમાં કોરોના અટકાવવા માટે બહારની વ્યક્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે.ડભોલી વિસ્તારની કેટલીક સોસાયટીમાં ખબર અંતર પુછવાના બહાને મહેમાન આવે તો સગાં બોલી ન શકે તે માટે સોસાયટીના ગેટ પર જ મહેમાનને એન્ટ્રી નથી તેવા બોર્ડ મુકી દેવામા આવ્યા છે. સોસાયટીમાં બોર્ડ મુકાયા છે કે, જેમાં સ્પષ્ટ લખાયું છે કે અમારી સોસાયટીમાં કોઈના ઘરે ખબર અંતર પુછવા આવવું નહીં. અમે સારા અને સ્વસ્થ છીએ એટલે અમે અમારા ઘરમાં છીએ. તમે પણ સારા નાગરીક બનીને તમારા ઘરમાં જ રહો. કાયદા અને પોલીસના નિયમોનું સન્માન કરો. આવી સુચના છતાં પણ જો કોઈ આવે તો બોર્ડમાં તેમના માટે ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી છે તેમા લખાયું છે. અમારી સોસાયટી સીસી કેમેરાની નજરમાં છે તમે ખોટા નજરમાં આવતા નહીં. કેટલીક જગ્યાએ આવા બોર્ડ લાગ્યા છે તો કેટલીક જગ્યાએ સોસાયટી કે શેરીના નાકે સવાર સાંજ મહેમાન આવી શકે તેવા સમય પર પહેરો મુકવામા આવે છે. સોસાયટી - શેરીમાં આડશ તો મુકી દેવામા આવી છે પરંતુ તેને ઓળંગીને કોઈ ન આવે તેનો પણ ખ્યાલ રાખવામા આવી રહ્યો છે. આમ કોરોના અટકાવવા માટે મોટા ભાગની સોસાયટીના રહીશો મક્કમ છે પરંતુ કેટલાક વિસ્તારમાં લોક ડાઉન કે સોશ્યલ ડિસ્ટન્સનો ખ્યાલ રાખવામા આવતો ન હોવાથી ૯૫ ટકા લોકો સાથે તંત્રની મહેનત પર પાણી ફરી વળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application