Tapi mitra News-કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓના સગા સંબંધીઓને પણ તંત્ર દ્વારા કવોરન્ટીન કરવામાં આવે છે. ત્યારે પુણા વિસ્તારમાં કવોરન્ટી વોર્ડમાં લઇ જવાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પુણા ભૈયા નગર પાસે પાલિકા સંચાલિત સ્કૂલમાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. જમવાના મુદ્દે પોલીસ જવાનોને ઉશ્કેરીને તેમની હાજરીમાં હોબાળો કરી ઘરે જવા દેવાની માંગ કરી હતી.પોઝિટિવ કેસના પરિવારજનોને સ્કૂલમાં રાખવામાં આવતાં હોબાળો મચાવ્યો હતો.જમવાની બાબતને લઈ ધમાલ કરી રહ્યા છે.નાની નાની બાબતને લઈ હોબાળો કરવામાં આવી રહ્યો છે.પોલીસકર્મી સાથે દૂર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.વ્યવસ્થામાં રહેલા આયા બહેન સાથે પણ દૂર્વ્યવહાર પરિવારજનો કરી રહ્યાં છે. પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોતાનો જીવ જોખમમાં મૂકી પોઝિટિવ પરિવારજનોની વચ્ચે ફરજ બજાવતા પોલીસકર્મી અમરતભાઈ સાથે દૂર વ્યવહાર કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application