Tapi mitra News-ના ભૂખ્યા રહીશું અને ના રાખીશુંના ગુરુ મહારાજ ના ઉદેશથી રાજસ્થાનની પ્રભુ લક્ષ્મીનાથ મહારાજની સંસ્થાએ છેલ્લા ૨૬ દિવસમાં ૬.૫ લાખ લોકોને જમાડી માનવતાનું ઉદાહરણ આપ્યું છે. રોજના ૨૫-૩૦ હજાર લોકોના ભોજન માટે આ સંસ્થામાં ૭ રસોઈયા મહારાજ સહિત ૪૫ જણા સવારે ૫ વાગ્યાથી રસોડાના કામે લાગી જાય છે. જોકે, આટલા મોટા ભોજન બનાવવાના રસોડામાં શાક અને રોટલીનો લોટ મશીન પર તૈયાર થાય છે અને રોટલી બનાવવાનું ૧ મશીન દર કલાકે ૧ હજાર રોટલી શેકીને આપી દે છે એવી ૭ મશીન પર રોજની ૬૫ હજાર રોટલીઓ તૈયાર થાય છે. નવાઈની વાત એ છે કે આટલા મોટા રસોડામાં દરેક કામની અલગ અલગ વ્યક્તિને જવાબદારી સોંપાઈ હોવાથી કામ સરળ થઈ જતું હોવાનું અહીંના વહીવટદારો કહી રહ્યા છે. એટલું જ નહીં પણ પ્રભુ લક્ષ્મીનાથ મહારાજ નામની સંસ્થાની કામગીરી લોટ, ચોખા, દાળ, તેલ સહિતના દાતાઓની ઉદારતાને લઈ રોજબરોજ મજબૂત બની રહી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application