Tapi Mitra News-સુરત. શહેરમાં કોરોનાથી સહુથી વધુ અસરગ્રસ્ત ગણાતા લિંબાયત ઝોનમાં અત્યાર સુધીમાં ૧૪૫ પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જે પૈકી ૧૦૩ કેસ માનદરવાજા ટેનામેન્ટ અને આસપાસના જ છે. માનદરવાજા ટેનામેન્ટની લગભગ તમામ બિલ્ડિંગમાંથી પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. કોમ્યુનિટી સેમ્પલમાં પોઝિટિવ કેસનું આખું ઝુમખું નીકળ્યા બાદ આજદિન સુધીમાં ૧૦૩ કેસ આવી ચૂક્યા છે. સુરત શહેરમાં અક મહિનાથી વુધમાં અત્યાર સુધીમાં ૩૫૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ લિંબાયત ઝોનમાં ૧૪૫ નોંધાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૬૯ કેસ સામે આવ્યા છે. વરાછા-એ ઝોનમાં ૪૬ કેસ નોંધાયા છે અને વરાછા-બી ઝોનમાં સૌથી ઓછા ૭ કેસ નોંધાયા છે. જ્યારે રાંદેર ઝોનમાં ૨૫ કેસ સામે આવ્યા છે. આ સાથે કતારગામ ઝોનમાં ૧૫ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ઉધના ઝોનમાં ૩૩ કેસ સામે આવ્યા છે. જ્યારે અઠવા ઝોનમાં ૧૦ જ કેસ નોંધાયા છે.સુરત પાલિકા અનુસાર, ૩૫૦ પોઝિટિવ કેસોમાં જોઈએ તો અઠવા ઝોન વિસ્તારમાં ૧૦ જ કેસ છે આ વિસ્તારમાંથી સૌથી વધુ લોકો વિદેશ પ્રવાસ કરીને આવ્યા છે તેમ છતાં ત્યાં ઓછા કેસ જોવા મળી રહ્યાં છે પણ લોકોની ડિસિપ્લીન શિસ્તબદ્ધ રીતે ચાલે છે એટલે અઠવામાં સૌથી ઓછા કેસ મળ્યા છે. વરાછા-બી માં પણ ઓછા મળ્યા છે. જ્યારે સૌથી વધારેમાં વધારે કેસો લિંબાયત ઝોનમાં મળ્યા છે ત્યાં ખરેખર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન નહીં કરવાના કારણે કેસોમાં ખુબ વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application