Tapi mitra News-હાલના કોરોનાના મહામારીના સમયમાં વિશ્વ આખું પરેશાન થયું છે. ઠેર ઠેર લોકાડાઉનની સ્થિતિ સર્જાઈ છે. લોકોની મજબૂરીનો લાભ લઈને અમુક વેપારીઓ શાકભાજીના કાળાબજાર કરી રહ્યા છે ત્યારે કતારગામ સહિતના ડભોલી,સિંગણપોર અને અમરોલી વિસ્તારમાં ક્વોલિમી ગ્રુપના સંચાલક વિરેશ તરસરીયા દ્વારા વિનામુલ્યે શાકભાજી સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિરેશભાઈના પેરીસ,યુએસએ અને સિંગાપોરમાં પણ સુપર સ્ટોર માર્ટ આવેલા છે જ્યાં કોરોનાની સ્થિતિમાં ગુજરાતીઓને વિનામુલ્યે શાકભાજી સહિતની જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી રહી છે. વિરેશભાઈએ જણાવ્યું હતું કે, આજના સમય કોરોનાની મહામારીમાં આખુ વિશ્વ હેરાન થઈ રહ્યું છે.મોત ના ડર થી અને વિશ્વ માં ઘણાં દેશે બચવાં માટે લોકડાઉન ની પરિસ્થિતિ નિર્માણ કરેલું છે તે હેતુને ધ્યાનમાં લઈને લોકોની આવકના સ્ત્રોત બંધ થયા હોવાથી જીવન જરૂરિયાત વસ્તુ જેવી કે બાળકો માટે દૂધ,જમવા માટે શાકભાજી અને એવી તમામ વસ્તુ ઓ ખરીદવી ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ હોવાથી અમે મ્્ર્યીશ્રજ્ઞ્ૃક્ક ઞ્શ્વં્યષ્ટ દ્વારા આ વસ્તુઓ દેશ અને પરદેશમાં જ્યાં શક્ય છે ત્યાં વિનામુલ્યે આપવાનું શરૂ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application