Tapi mitra News-કોરોનાની આ કેવી તે કહેર? એકના એક જુવાન દીકરાનું મૃત્યુ થયું છે પરંતુ કોરોનાને કારણે દીકરાના શબના અંતિમ દર્શન પણ માતા-પિતા નહીં કરી શકે. વાત એમ છે કે, છેલ્લાં ૧૫ વર્ષથી અમેરિકાના શિકાંગોમાં શહેરમાં રહેતા મૂળ સુરતના ૩૯ વર્ષના રાજદીપ સાયણિયાનું ૧૭મી એપ્રિલના રોજ અમેરિકામાં અવસાન થયું છે. પરંતુ કોરોનાના કહેરને કારણે એમના શબને સુરત લાવી શકાશે નહીં અને માતા-પિતા અમેરિકા જઈ શકશે નહીં. રાજદીપ સાયણિયાના પિતા ડોક્ટર કિરિટ અને માતા ભાનુબહેન દીકરાના અંતિમ સંસ્કારમાં અમેરિકા જવા ઈચ્છે છે. પરંતુ કોરોનાને કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી ધર્મસંકટમાં મુકાયા છે.
૧૭મી એપ્રિલના રોજ રાજદીપ સાયણિયાને છાતીમાં દુઃખાવો થતો હતો. એમના પત્ની તેમને હોસ્પિટલ પર લઈ ગયા હતાં. જ્યાં ડોક્ટરે પ્રયત્નો કર્યા છતાં એમને બચાવી શક્યા ન હતા. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા એમનું કોરોનાથી તો અવસાન નથી થયું ને એ ચેક કરવા માટે એમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ એમને કોરોના ન હોવાનું આ રિપોર્ટમાં ખુલ્યું હતું અને એમનું અવસાન હાર્ટએટેકથી થયું હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. રાજદિપ સાયણિયા છેલ્લાં ૧૫ વર્ષથી અમેરિકામાં નોકરી કરતા હતાં. સુરતની જીવન ભારતી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને અમેરિકામાં સ્થાયી થયા હતાં. એમની પત્ની પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યુ છે. બંને દંપતી જોબ કરતા હતાં. સંતાનમાં ૯ વર્ષની દીકરી અને સાડા ત્રણ વર્ષનો દીકરો છે. જ્યારે કોઈ ફેમિલી પ્રસંગ હોય ત્યારે રાજદિપ સાવણિયા સુરતમાં આવતા હતાં. હાલ રાજદીપ સાયણિયાનું શબ હોસ્પિટલમાં છે. એમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. ગુરૂવારના રોજ એમના શબને પરિવારજનોને સોંપવામાં આવશે. ત્યારબાદ અમેરિકામાં રહેતા મિત્રો અને ફેમિલી મેમ્બરો એમના અંતિસંસ્કાર કરશે. સુરતમાં રહેતા પેરેન્ટસ અને ફેમિલી મેમ્બરો ઓનલાઈન જ એમના અંતિમ સંસ્કાર જોશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application