Tapi mitra News-કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરી દેવાતા સુરતના સચીન વિસ્તારમાં આવેલ જલારામ નગરમાં ઉત્તરપ્રદેશના રાયબરેલીના મજુરો ફસાઇ જવા પામ્યા હતા. જો કે લોકડાઉનના કારણે આ મજુરોને જમવાની ભારે મુશ્કેલી પડી હતી. જે અંગે મજુરોએ કોગ્રેસના રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધી પાસે મદદ માંગી હતી. જે અંગે પ્રિયંકા ગાંધીએ મજુરો સાથે ફોન પર વાતચીત કરી તેમને જલ્દીથી જલ્દી મદદ મળે તેવું આશ્વાસન આપીને આ અંગે ઉત્તરપ્રદેશના યુથ કોગ્રેસના પ્રભારી મનિષજીને જાણ કરી હતી. જે અંગે યુપી યુથ કોગ્રેસના પ્રભારી મનિષજીએ સુરતના વતની અને ઓલ ઇન્ડીયા યુથ કોગ્રેસના સેક્રેટરી પ્રદીપ ભરવાડને જાણ કરતાં પ્રદીપ ભરવાડ તેમજ સુરત જીલ્લા કોગ્રેસના પ્રમુખ જગદીશભાઇ પટેલ સહિતના કાર્યકરોએ સચીન જલારામ નગર ખાતે પહોચી લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયેલા રાયબરેલીના મજુરોને રાશન કીટ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application