Tapi mitra News-સુરત શહેરમાં કોરોના વાયરસના આતંક વચ્ચે બુધવારે વધુ ૧૭ કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત જીલ્લામાં પણ વધુ ૩ કેસો મળી આવ્યા છે. આ સાથે સુરત અને જીલ્લા મળી કુલ ૩૬૬ પોઝીટીવ કેસોનો આંક પહોચી ગયો છે. તેમજ બુધવારે વધુ બે પોઝીટીવ દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે. આ સાથે હમણાં સુધી ૧૩ જેટલાં દર્દીઓ સારા થઇને ઘરે ગયા છે.
સુરત શહેર-જીલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરના વધુ ૧૭ અને જીલ્લાના ૩ મળી પોઝિટિવ કેસનો આંક ૩૬૬ પર પહોંચ્યો છે. જેમાં વધુ ત્રણ મનપાના કર્મીઓ સહિતનાનો સમાવેશ થાય છે. શહેરને કોરોના વાઈરસ ભરડામાં લઈ રહ્યું છે. ત્યારે મનપા દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને કર્ફ્યુનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોઝિટિવ દર્દીઓ પૈકી એક વેન્ટીલેટર પર છે. જ્યારે અન્ય ત્રણની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. દરમિયાન પુણા વિસ્તારમાં ક્વોરન્ટીન વોર્ડમાં પોઝિટિવ દર્દીઓના પરિવારજનો દ્વારા જમવાની બાબતને લઈને હોબાળો મચાવવામાં આવ્યો છે. પુણા વિસ્તારમાં ક્વોરન્ટીન વોર્ડમાં લઇ જવાયેલા પોઝિટિવ દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. પુણા ભૈયાનગર પાસે પાલિકા સંચાલિત સ્કૂલમાં હોબાળો કરવામાં આવ્યો છે. જમવાની બાબતને લઈને હોબાળો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નાની નાની બાબતને લઈ હોબાળો કરવામાં આવી રહ્યો છે. પોલીસકર્મી સાથે પણ દૂરવ્યવહાર કરવામાં આવી રહ્યો છે. બુધવારે નોધાયેલા ૧૭ દર્દીઓમાં ન્યુ કોસાડમાં રહેતો ૧૯ વર્ષીય માનવકુમાર કનુભાઇ સોલંકી , વેડરોડ રહેમતનગરમાં રહેતા ૧૮ વર્ષીય અરવિંદ રમેશ નિશાદ , ડભોલીમાં રહેતો ૧૪ વર્ષીય જાત જેમિશ , અમરોલી રઘુવીર સોસાયટીમાં રહેતી ૪૫ વર્ષીય પ્રેમિલાબેન , વરાછા સનસનાટી સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષીય જીગ્નેશ ભિખા પ્રજાપતિ , વરાછા ધરતીનગરમાં રહેતો ૧૯ વર્ષીય અતુલ.આર.ગુરીયા , વરાછા પાટી ચાલમાં રહેતો ૧૮ વર્ષીય રહેતો સતેન્દ્ર રાજકુમાર રાજપુત , રાંદેર તાડવાડી શ્રી રો હાઉસમાં રહેતો ૪૦ વર્ષીય અક્ષય ભગત વાઘેલા , અમરોલી સ્વીટ હાઉસમાં રહેતો ૫૮ વર્ષીય દિપક.આર.ભટ્ટ , નાનપુરા કાળાપીશી મહોલ્લામાં રહેતી ૫૩ વર્ષીય સરીતાબેન , માન દરવાજા હળપતિ ઝુંપડપટ્ટીમાં રહેતા ૫૦ વર્ષીય મંગલાબેન પટોડે અને વિજય પટોડે , નાણાંવટ પ્રિન્સ એવન્યુમાં રહેતા ૨૪ વર્ષીય ફરહીન અબ્બુ સુફીયાન પટેલ અને ૩ વર્ષીય અફીફા સલમાન પટેલ , સેન્ટ્રલ ઝોનના આગાનો વાડોમાં રહેતા ૧૪ વર્ષીય હફીશ તન્વીર અંસારી અને ૮ વર્ષીય રીધા તન્વીર અંસારી તથા ૬૭ વર્ષીય ફહીમ અહેમદ અબ્દુલ અંસારીનો સમાવેશ થાય છે. આ સાથે સુરત શહેરમાં ૩૫૦ અને જીલ્લામાં ૧૫ કેસ મળી કુલ ૩૬૫ કેસો નોધાયા છે. આ ઉપરાંત નાણાંવટ પ્રન્સ એવન્યુમાં રહેતા ફાતેમા સરબતવાલા નામની ૭૦ વર્ષીય વૃધ્ધા અને અડાજણ પાટીયા સિદ્દીકી સ્કવેરમાં રહેતી ૪૨ વર્ષીય જીનત અબ્દુલ વાહીદ કુરેશી નામના પોઝીટીવ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે હમણાં સુધી ૧૩ જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુકયા છે. હાલ સરકારી અને હોમ કોરોન્ટાઇન તથા પ્રાઇવેટ ફેસીલીટીમાં કુલ ૨,૮૩૯ લોકો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500