Tapi mitra News-ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વરતાવ્યો છે. રાજ્યમાં નવા ૯૪ કેસ નોંધાયા છે. તો પાંચ લોકોના મૃત્યુ પણ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની કુલ સંખ્યા ૨૨૭૨ થઈ ગઈ છે. તો મૃત્યુઆંક ૯૫ પર પહોંચી ગયો છે. તો સારવાર દરમિયાન વધુ પાંચ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા નોંધાયેલા ૯૪ કેસોમાંથી ૬૧ કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. તો સુરતમાં ૧૭, બોટાદમાં ૨, રાજકોટમાં એક, અરવલ્લીમાં ૫ અને વડોદરામાં ૮ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં ચાર લોકોના અને સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application