તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના આનંદવિહાર એપાર્ટમેન્ટમાં પતી-પત્ની અને વો વચ્ચે બબાલ થતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો,બનાવ અંગે અનીલભાઈ ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
મળતી માહિતી અનુસાર તા.૨૦મી મે નારોજ,વાલોડ ના આનંદવિહાર એપાર્ટમેન્ટ ના રૂમ નંબર ૪ માં અનીલભાઈ સોનાભાઈ ચૌધરી (ઉ.વ.૪૨) હાલ રહે,આનંદવિહાર એપાર્ટમેન્ટ રૂમ નં-૪,વાલોડ,મૂળ રહે,ખરેડા ગામ-માંડવી નાઓએ માંડવી-વિસ્તાર માંથી લાવેલ મહિલાને બીજી પત્ની તરીકે રાખેલ હોય,જેને પોતના ઘરે લઇ આવતા અનીલભાઈ ની પ્રથમ પત્ની ને મન ખોટું લાગી આવતા મન ફાવે તેમ નાલાયક ગાળો આપી અનીલભાઈ તથા માંડવી વિસ્તાર માંથી લાવેલ મહિલા ને શરીરે તથા માથાના ભાગે લાકડી ના ફટકા મારી ઈજાઓ પહોંચાડી હતી બનાવ અંગે વાલોડ પોલીસ મથકે અનીલભાઈ સોનાભાઇ ચૌધરીએ ફરિયાદ કરી હતી,જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪ મુજબ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ અહેકો ધર્મેશભાઈ રમેશભાઈ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500