Tapi mitra News-સુરતમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે સવારે સુરત શહેરમાં વધુ ૩૫ અને જીલ્લામાં ૩ કેસ મળી કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૩૩૮ પર પહોચી ગયો છે. આજે વધુ એક મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. બીજી બાજુ મધરાત્રિના બે વાગ્યાના અરસામાં સિવીલમાં દાખલ માન દરવાજાની ૫૫ વર્ષીય પોઝીટીવ દર્દી મહિલાનું મોત નિપજયુ છે. આ સાથે શહેરમાં મૃત્યુનો આંક ૧૨ પર પહોંચી ગયો છે. જેથી સરકારની ગાઇડ લાઇન મુજબ મૃતકની અંતિમવિધી પુર્ણ કર્યા બાદ સ્મશાનભુમિને સેનેટાઇઝરીંગ કરવામાં આવ્યુ હતુ. તદ્દપરાંત તાપી જીલ્લામાં કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે. એક કેસ નોધાતા તંત્ર દોડતુ થયુ છે.
સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાત્રિના બે વાગ્યાના અરસામાં માન દરવાજા પદમાનગરમાં રહેતા ૫૫ વર્ષીય મંજુબેન ભિખાભાઇ રાવલનું મોત નિપજ્યુ છે. તંત્ર દ્વારા કોવિડ ૧૯ની ગાઇડ લાઇન પ્રમાણે પરિવારના એક કે બે સભ્ય સહિત સ્મશાનભુમિમાં અંતિમ વિધી પુર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા આખા સ્મશાનભુમિને સેનેટાઇઝરીંગ કરવામાં આવ્યુ છે. આમ કોરોનાના કારણે અત્યાર સુધી ૧૨ના મોત નિપજી ચુકયા છે. બીજી બાજુ મંગળવારે કુદકે ને ભુસકે વધી રહેલા પોઝીટીવ કેસની સંખ્યામાં પણ વધારો દેખાઇ રહ્ના છે. તંત્ર દ્વારા ટેસ્ટીંગના કારણે પોઝીટીવ કેસ વધી રહ્ના હોવાનું જણાવી શહેરીજનોને ન ગભરાવાની સલાહ પણ આપવામાં આવી છે. સુરતમાં ૩૫ અને જીલ્લાના ૩ મળી કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૩૩૮ પર પહોચી જવા પામી છે. જેમાં માન દરવાજા ટેનામેન્ટમાં રહેતી ૫૧ વર્ષીય જયાબેન કિશોર રાણા , બાવન વર્ષીય કિશોરભાઇ હિરાલાલ રાણા , ૪૫ વર્ષીય રમેશ કાંતિલાલ રાણા , ૬૦ વર્ષીય ઉષાબેન કાંતિલાલ રાણા , ૬૦ વર્ષીય કાંતિલાલ સોમા રાણા , ૩૦ વર્ષીય નિર્મલાબેન રમેશ રાણા , બાવન વર્ષીય અમૃતલાલ રણછોડલાલ રાણા , ૫૫ વર્ષીય હરીશંકર કેદારનાથ ઠાકોર , ૫૧ વર્ષીય દક્ષાબેન સુક્રીયાનીવાળા , ૫૦ વર્ષીય રમેશ બાલુ રાણા , ૬૧ વર્ષીય કમલાબેન પ્રવિણ રાણા , ૬૦ વર્ષીય સમીબેન હસમુખ રાણા , ૩૫ વર્ષીય કુમુદ સહુ , ૪૪ વર્ષીય જશવંતીબેન રાણા , ૭૦ વર્ષીય કબેરખા અબ્દુલખા , ૨૮ વર્ષીય આરતી હરીશ સુર્યવંશી , ૩૪ વર્ષીય ક્રિશ માંડીલ , ઉમરવાડા ઇસ્લામપુરામાં રહેતો ૫૪ વર્ષીય યુસબુદ્દીન શેખ હુસેન , લિંબાયત મારૂતિ નગરમાં રહેતો ભરત રામભાઉ પાટીલ , લિંબાયત મહાપ્રભુનગરમાં રહેતી હસીનાખાન , ઉત્રાણ રાધે રો હાઉસમાં રહેતી બીના કાંતિ લાઠીયા , ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતી ચંપાબેન સુરેશ રાણા , પુષ્પાબેન કાંતિલાલ રાણા , રણછોડદાસ આત્માદાસ રાણા , સૈયદપુરા માછીવાડમાં રહેતા ૭૮ વર્ષીય રામજી માવજી ઢીમ્મર , ગોપીપુરા પારસીવાડમાં રહેતો ૧૧ વર્ષીય દર્શીલ ઉમેશ ફીરકીવાલા , અકબર સઇદના ટેકરા પર રહેતી ૩૦ વર્ષીય સોનલ મનિષ રાવલ , મિઠીખાડી આઝાદ ચોકમાં રહેતી રૂકશાના આમીન શેખ , ગીતા બબુ સંકટ નામના દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા સિવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તાપી જીલ્લાના વ્યારાના માયપુર ગામના ભાઠી ફળિયામાં રહેતી ૩૫ વર્ષીય કાસાબેન સેવનભાઇ ગામીતનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયુ છે. અને ગામ અને તેમના પરિવારના લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500