Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ વધુ બે કેસ,એક યુવાનનું મોત

  • April 21, 2020 

Tapi mitra News-કોરોના વાયરસ માં વલસાડ જીલ્લો પણ હવે લપેટમાં આવી જતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. ગઇકાલે સોમવારે ઉમરગામના દહેરીના માછીમાર યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જિલ્લામાં પ્રથમ કેસ નોંધાતા લોકોમાં ગભરાટ મચી ગયો છે. જેને પગલે દહેરી ગામને સીલ કરી આવાગમન બંધ કરી તંત્ર દ્ધારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે આજે મંગળવારે વલસાડના ડુંગરીના જીઆરડી જવાન અને ધરપમુરના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રીજો કેસ નોંધાયો છે. જો કે ત્રણ પૈકી ધરમપુરના આસુરાના યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોરોના વાઈરસની મહામારીએ ગુજરાતના અનેક જિલ્લામાં વ્યાપ વધારી દેતા સરકાર અને તંત્રની ચિંતા વધારી દીધી હતી. જો કે ગુજરાતના છેવાડાના વલસાડ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જો કે હવે વલસાડ જિલ્લો પણ કોરોનાની લપેટમાં આવી જતા જિલ્લા વહીવટી તંત્રની ચિંતા વધી ગઈ છે. ગઇકાલે સોમવારે ઉમરગામના દહેરીગામે માંગેલવાડમાં રહેતો યુવાન સાગર અશોક મંગેલા (ઉ.વ.૩૦)ને વાપીની કોવિડ-૧૯ માટે ઉભી કરાયેલી જનસેવા હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં પ્રથમ કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું હતું. પોલીસ વિભાગે આ ઘટનાને પગલે દહેરી ગામને સીલ કરી અવર જવર બંધ કરી દીધી છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા યુવાનના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત અન્ય લોકોને શોધી ક્વોરન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરાઇ છે. ઉમરગામ ટાઉનમાં પણ સવારે શાકભાજી માર્કેટ અને દુકાનો બંધ કરાવી હોમ ડિલિવરીની સુવિધા શરૂ કરાઇ છે.જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે મંગળવારે વલસાડના ડુંગરી પોલીસ મથકના જીઆરડી યશ પટેલ (ઉ.વ.૨૩) અને ધરમપુરના આસુરા ખાતે રહેતા સુફિયાન શબ્બીર કાદરી (ઉ.વ.૨૧) નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે કોરોનાનો આંક ત્રણ પર પહોંચ્યો છે. જો કે બ્રેઇન ટ્યુમર ગ્રસ્ત સુફિયાનનું આજે સવારે સુરત સિવિલમાં મોત થયું હતું. આસુરા વિસ્તારને પણ સીલ કરી દીધો હતો. સુફિયાન અને જીઆરડી જવાન પોલીસ સહિત અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાથી તંત્ર દ્વારા સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીક મહારાષ્ટ્રમાં કોરોનાનો વ્યાપ વધુ પ્રસરી જતા અનેક લોકો વલસાડ જિલ્લામાં ઘુસણખોરી કરતા ચિંતા વધારી દીધી છે. ત્યારે ગુજરાત સરહદ પર કડક ચેકિંગ કરી લોકો ઘુસણખોરીને અટકાવી જરૂરી બની ગઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application