મુંબઈ : મહારાષ્ટ્રમાં અખાડા પરિષદના બે સાધુઓના પાલઘરમાં મોબ લિન્ચિંગના પગલે દેશભરમાં હાહાકાર મચી ગયો છે. આમામલામાં પોલીસે 110 લોકોની ધરપકડ કરી છે. તેમની સામે ગંભીર કલમ લગાવાઈ છે. જેમાં 9 સગીર વયના લોકો પણ છે. પોલીસના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામા્ં આવ્યા છે. આ સાધુઓ મુંબઈથી ગુજરાત જઈ રહ્યા હતા. કોઈએ તેઓ ચોર હોવાની અફવા ઉડાવી હતી. એ પછી લોકોની ભીડ તેમના પર તુટી પડી હતી. આ આખી ઘટના પોલીસની સામે જ થઈ હતી.એ પછી પણ પોલીસ તમાશો જોતી રહી હતી.જેના પગલે ટોળાએ પોલીસ સામે જ બે સાધુ અને તેમને ગાડીમાં લઈ જઈ રહેલા ડ્રાઈવરની હત્યા કરી નાંખી હતી. આ મામલાનો એક વિડિયો સામે આવ્યો હતો. જેના આધારે 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application