તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ ખાતે લવ જેહાદનો શિકાર બનેલી યુવતીના પરિવારજનોએ અમારી દીકરી પાછી આપોના બોર્ડ-બેનરો સાથે વાલોડ પોલીસ મથકના આંગણે બેસી રામધૂન શરુ કર્યું હતું.બનાવને પગલે એલસીબી,એસઓજી પોલીસ સહિતનો કાફલો વાલોડ પોલીસ મથકે દોડી આવ્યો હતા.
દેશભરમાં ચર્ચાની એરણે ચઢેલા કથિત લવ જેહાદ મુદ્દે જુદાજુદા હિન્દુત્વવાદી સંગઠનનો વિરોધ નોંધાવી રહ્યા છે.વાલોડ ખાતે લવ જેહાદનો શિકાર બનેલી હિન્દુ યુવતીના પરિવારજનોને ન્યાય અપાવવા વ્યારા ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા રેલી કાઢી હિન્દુ દીકરીઓનું લવ જેહાદ નામેથી થઇ રહેલ શોષણના વિરોધમાં ઉચ્ચકક્ષાએથી પગલા લેવા અંગે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.રેલીમાં હિન્દુ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.તેમજ સોનગઢ શહેર હિન્દુ સંઘઠન,વીએચપી,બજરંગ દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.તેમ છતાં કોઈ અસરકારક કામગીરી નજરે ન પડતા યુવતીના પરિવારજનોએ તા.૨૧મી મે નારોજ સવારે વાલોડ પોલીસ સ્ટેશનના આંગણે બેસી અમારી દીકરી પાછી આપો ના બોર્ડ-બેનર સાથે રામધૂન શરુ કર્યું હતું.બીજી તરફ પોલીસ મથકે કાફલા સાથે દોડી આવેલા એલસીપી-તાપી ના પીઆઈ એન.જે.બિરાડે નાઓની દરમિયાનગીરીથી સમગ્ર મામલો થાડે પડ્યો હતો.યુવતીના પરિવારજનોના જણાવ્યા મુજબ,મુશ્લીમ યુવકે યુવતીનું અપહરણ કરી ગયા હોવાનું જણાવ્યું હતું.તાપી જિલ્લામાં મુસ્લીમો દ્વારા આવા પ્રકારની પ્રવૃત્તિઓ પણ વધી ગઈ છે.અને તેના માટે વાલોડ તાલુકો ખુબજ નામચીન છે.વાલોડની બહેનો મોટી સંખ્યામાં ભોગ બની રહી છે.આદિવાસી સમાજ ખુબજ મોટા પ્રમાણમાં ભોગ બની રહ્યો છે.ગત એક વર્ષમાં ડઝન(૧૨)થી ઉપરની બહેનો આવા પ્રકારની પ્રવૃતિઓનો બનવો પડેલ અને તે પરત આવી શકી નથી કે તેમની કોઈ ભાળ મળી નથી.જે સમાજ માટે ખુબજ ગંભીર વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application