Tapi mitra News-કોરોના રૂપી મહામારી ને લઈ બારડોલી તાલુકાના બાબેન ગ્રામ પંચાયત દ્વારા તેમના વિસ્તારોમાં બહારગામથી આવતા સગા સબંધીઓને પંચાયતની જાણ બહાર ઘરમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જોકે મકાન માલિક બહારગામથી આવેલ વ્યક્તિને ઘરમાં રાખશે અને પંચાયતને જાણ થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
બાબેન ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ તમામ સોસાયટીઓના પ્રમુખને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે તે મુજબ સરકારશ્રીની નવી સુચના તેમજ કલમ ૧૪૪ મુજબ તમારી સોસાયટીમાં કોઇપણ બહારથી આવનાર વ્યક્તિને ગ્રામ પંચાયતની જાણ બહાર પ્રવેશ આપવો નહી.જો આવો કોઈ પણ બનાવ ગ્રામ પંચાયતની જાણ બનશે તો ઘરમાં રાખનાર ઘર માલિકને સરકારની સુચના મુજબ દંડ કરવામાં આવશે. તેમજ કલમ ૧૪૪ મુજબ એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.તેમજ આવા કોઈ પણ ઇસમ બહારથી આવેલ હોય તો તેમના નામ,સરનામાં ઘર નંબર સહિત,મોબાઈલ નંબર, ક્યાંથી અને ક્યારે આવેલ છે. તેની જાણ ગ્રામ પંચાયત તેમજ આરોગ્ય કેન્દ્રમાં લેખિતમાં કરવાની રહેશે. ઉપરાંત સાવચેતીના ભાગરૂપે અત્યંત આવશ્યક કામ વગર ઘરની બહાર નીકળવું નહી,લોકોના સીધા સંપર્કમાં આવવું ટાળવું,ટોળું ભેગું થવું નહી,સફાઈનું ધ્યાન રાખવું, જે બાબતનીન અપીલ બાબેન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.
High light-તાપીમિત્રના ન્યુઝ બ્રોડકાસ્ટીંગ ગૃપમાં એડ થવા માટે 78200-92500 નંબર ઉપર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application