Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૨૨૭ થઇ,કુલ ૮ દર્દીઓના મોત

  • April 20, 2020 

Tapi mitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૯મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગત રોજ કોરોનાના કુલ પોઝિટીવ કેસો ૧૯૪ હતા, જેમાં ૩૩ કેસો ઉમેરાઈને કુલ ૨૨૭ પોઝિટીવ કેસ થયા છે, અને કુલ ૦૮ દર્દીઓના મૃત્યુ થયા છે. મહત્તમ કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધાયા છે.કોરોનાના સૌથી વધુ ૯૨ કેસો લિંબાયત ઝોનના માન દરવાજા અને મીઠી ખાડી વિસ્તારના નોંધાયા છે.શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવાં માટે ડોર ટુ ડોર સર્વેલન્સની ૬૦૯ ટીમો દ્વારા ૧,૭૩,૭૦૦ ઘરોમાં સઘન ચકાસણી તેમજ કોન્ટેક્ટ ટેસ્ટીંગની પ્રક્રિયા વધુ તેજ કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં કોરોના ટેસ્ટીંગ શરૂ કરાયું હોવાથી ૩૦૩ સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ટ્રીપલ ટી એપ્રોચના આધારે સામૂહિક ટેસ્ટીંગ માટે હવે વ્યક્તિના શરીરમાં કોરોના વાઈરસની હાજરીને પારખતાં રેપિડ એન્ટી બોડી ટેસ્ટની કાર્યવાહી પણ શરૂ કરાશે. વિશ્વના અગ્રિમ દેશોના નિયત ધારાધોરણો અનુસાર શહેરમાં દર ૧૦ લાખની વસ્તીએ ૧૪૦૦ લોકોનો ટેસ્ટ થઇ રહ્યો છે. આજ સુધી શહેરમાં ૭૭૧૫ ટેસ્ટ કરાયા છે, જેમાંથી આ ૨૨૭ પોઝિટીવ કેસો નોંધાયા છે. આજની સ્થિતિએ ૨૮૩૭ લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાં ૫૦૩ સરકારી અને ૧૭ વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટાઇનમાં છે. આમ, કુલ ૩૩૫૭ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે.આજે સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર ૭૩ લોકો પાસેથી રૂ.૭૭,૦૦૦ નો દંડ કરાયો છે, જયારે માસ્ક ન પહેરનારા ૫૩ વ્યક્તિઓને રૂ. ૫૩,૮૦૦ નો દંડ કરવામાં આવ્યો છે. આવશ્યક દુકાનો પર હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા ન કરનાર દુકાનદારોને રૂ. ૧,૬૮,૦૦૦ નો દંડ કરાયો છે. શ્રી પાનીએ કહ્યું કે, આજે શહેરના શ્રમિક ગરીબ વર્ગના ૭,૪૮,૮૬૫ લોકો માટે સામાજિક સંસ્થાઓના સહયોગથી ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત જેવી આ પ્રકારની વ્યવસ્થા દેશના કોઈ પણ રાજ્યની સરખામણીમાં પ્રથમ ક્રમે છે. રિલીફ સેન્ટરોમાં ૧૩૮૨ અને ૧૨૩૯ વૃદ્ધ દિવ્યાંગોને દરરોજ ઘર બેઠાં ભોજન પહોંચાડવામાં આવે છે. જયારે અક્ષયપાત્ર સંસ્થા દ્વારા દરરોજ ૧,૧૬,૦૦૦ લોકો માટે ભોજન પૂરૂ પાડવામાં આવે છે. તેમણે શહેરીજનોને લોકડાઉન તેમજ કર્ફ્યુંનું પાલન કરવાં તેમજ જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application