Tapi mitra News-લોકડાઉનના બીજા રાઉન્ડ દરમિયાન ગોવા રાજ્ય કોરોના મુક્ત બન્યુ છે. રવિવારે ગોવા સ્વાસ્થ મંત્રી વિશ્વજીત રાણે અને મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે ટ્વીટ કરી આ ખુશખબર આપ્યા છે.ગોવામાં કોરોના વાયરસના તમામ પોઝિટીવ દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. સીએમના જણાવ્યા મુજબ 3 એપ્રિલ પછી ગોવામાં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. ગોવાથી આવેલા આ રાહતના સમાચારે દેશમાં કોરોના વિરુદ્ધ જંગમાં નવી ઉર્જા પેદા કરી છે.સ્વાસ્થ મંત્રીની ટ્વીટ પછી સીએમ સાવંતે પણ ટ્વીટ કરતા જણાવ્યું હતુ કે આ ગોવા માટે સંતોષ અને રાહતનો સમય છે, રાજ્યના છેલ્લા સક્રિય કોરોનાગ્રસ્ત દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે વૈશ્વિક મહામારીમાં સપડાયેલા ભારતમાં પણ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. આ દરમિયાન ગોવામાં સાત કેસોની ખાતરી કરવામાં આવી હતી. જેમાંથી પહેલા જ ૬ દર્દીઓ સારવારમાં ઠીક થઇ ચૂક્યા હતા. ત્યાર બાદ આજ રોજ છેલ્લા કેસનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કોરોના વાયરસને હરાવનાર ગોવા દેશનુ પહલુ રાજ્ય બની ગયુ છે. રાષ્ટ્રીય સ્તરે કોરોનાની સ્થિતિની વાત કરીએ તો કુલ કેસો વધીને ૧૫૭૧૨ થયા છે, જ્યારે મૃત્યુઆંક ૫૦૭ એ પહોંચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application