Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉનમાં ઉદ્યોગો/એકમોને કેટલીક ઉત્‍પાદન/કામગીરી ચાલુ કરવા શરતોને આધિન તા.૨૦/૪/૨૦૨૦ થી ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવશે

  • April 19, 2020 

Tapi mitra News-નોવેલ કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્‍વરીત હાથ ધરી શકાય તે હેતુસર રાજયમાં ધી ગુજરાત એપેડેમિક રેગ્‍યુલેશન ૨૦૨૦ લાગુ કરવામાં આવેલ છે. કેન્‍દ્ર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શીકા જાહેર કરેલ છે. કેન્‍દ્ર સરકારના ૧૫/૪/૨૦૨૦ના જાહેરનામાથી તા.૨૦/૪/૨૦૨૦ થી હાલમાં ચાલી રહેલ લોકડાઉનમાં જાહેરનામાના પાલન કરવાની શરતે ઉદ્યોગો/એકમોને ઉત્‍પાદન/કામગીરી ચાલુ રાખવા પરવાનગી આપવાની જોગવાઇ કરેલ છે. જે મુજબ નવસારી જિલ્‍લામાં લોક ડાઉનમાં કેટલાક ઉદ્યોગ/એકમોને ઉત્‍પાદન/કામગીરી નીચે મુજબની શરતોને આધિન તા.૨૦/૪/૨૦૨૦ થી ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જિલ્‍લામાં બ્રોડકાસ્ટીંગ(પ્રસારણ), ડીટીએચ અને કેબલ સેવાઓ, ૫૦ ટકા માણસોથી આઇ.ટી.અને આઇ.ટી.થી ચાલતી સેવા, સી.એચ.સી.કેન્દ્રો, કુરીયર સેવાઓ, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસીંગ(વખાર)ની સેવાઓ, ઇલેકટ્રીશીયન, આઇ.ટી.રીપેરીગવાળા, પ્લમ્બરો, મોટર મિકેનીક અને સુથારો જેવી સેવાઓ પુરી પાડતા સ્વરોજગારી વાળા વ્યકિતઓને વાણીજયીક અને ખાનગીસંસ્થાઓને ચાલુ રાખવાની છુટ રહેશે. નગરપાલિકા વિસ્તારની બહાર ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતાં ઉદ્યોગો, જી.આઇ.ડી.સી.માં આવેલ ઓૈદ્યોગિક એકમો, દવાઓ, ફાર્માસ્યુટીકલ, મેડીકલ ઉપકરણો તેનો કાચોમાલ અને વચ્ચેની વસ્તુઓ સહિતની આવશ્યક ચીજવસ્તુઓમાં મેન્યુફેકચરીંગવાળા એકમો, આઇ.ટી.હાર્ડવેરનું મેન્યુફેકચરીંગ, જેને સતત પ્રક્રિયા અને તેઓની સપ્લાય ચેનની જરૂર હોય તેવા ઉત્પાદન એકમો, ખાણ અને ખનીજનું ઉત્પાદન તેનું પરિવહન, સ્ફોટક પદાર્થો પુરવઠો અને ખનન કામને લગતી પ્રવૃતિઓ, પેકેજીંગ માલ સામાન ઉત્પાદન એકમો તેમજ ઇંટની ભઠ્ઠીઓ (નગરપાલિકા વિસ્તાર સિવાય)ને છુટ રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એમએસએનઇ સહિત રોડનું બાંધકામ, સિંચાઇના પ્રોજેકટ (પરિયોજના), મકાનોનું બાંધકામ અને ઔદ્યોગિક પ્રોજેકટો, રીન્યુએબલ એનર્જી પ્રોજેકટસનું બાંધકામ તેમજ નગરપાલિકાની હદમાં બાંધકામના ચાલુ પ્રોજેકટ જયાં સ્થળ પર કામદારો હાજર હોય અને બહારથી કોઇ કામદારો લાવવાની જરૂર ન હોય તથા રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા હોય તે એકમોને છુટ છે. તે સિવાય મનરેગાને લગતા કામોને પરવાનગી આપવામાં આવશે. ઉપર જણાવેલ બાબતો માટે ફરજીયાત પરવાનગી જિલ્લા વહીવટીતંત્ર પાસેથી લેવાની રહેશે. પરવાનગી સિવાય કોઇ ઉદ્યોગ કે પ્રવૃતિ શરૂ કરી શકાશે નહિ. ઉદ્યોગકારો/કન્સ્ટ્રકશન એકમોએ જરૂરી આધારાપુરાવા સાથે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. [email protected] જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નવસારી અને કલેકટર કચેરીના [email protected] પર અરજી મોકલી આપવાની રહેશે. અધૂરી વિગત માટે પૂર્તતા પણ ઇ-મેઇલથી કરવાની રહેશે. રૂબરૂ કચેરીએ જવાની જરૂર નથી. ઔદ્યોગિક એકમોને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રીની કચેરીએથી ઇ-મેઇલ દ્વારા જ પરવાનગી આપવામાં આવશે. બાકીના વાણીજય એકમો અને કન્સ્ટ્રકશનસાઇટો માટે પરવાનગી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ઇ-મેઇલથી મોકલી આપવામાં આવશે. આ પરવાનગીમાં દર્શાવવામાં આવેલી શરતોને આધિન કામ કરવાનું રહેશે. દરેક એકમો/યુનિટે સરકારની કોવિડ-૧૯ની વખતોવખતની સૂચનાઓનું ચૂસ્‍તપણે અમલ કરવાનો રહેશે. ઉદ્યોગો/એકમો, કારખાના, ઓફિસો અને કાર્યસ્‍થળોમાં સોશ્યલ ડિસ્‍ટન્‍સ માટે તમામ પ્રારંભિક વ્‍યવસ્‍થાઓ જાળવવાની રહેશે. જાહેર સ્‍થળોએ અને કામના સ્‍થળે દરેકે માસ્‍ક પહેરવો ફરજીયાત રહેશે. તેમજ દરેકને સેનેટાઇઝર અને માસ્‍ક, ગ્‍લોઝ વગેરે પુરા પાડવાના રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application