Tapi mitra News-કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા સાવચેતીના પગલાં અતિ આવશ્યક બની જાય છે. વિશ્વના માથે ભરડો લઇને બેઠેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ને નાથવા સામાજિક અંતર અને સલામતી કારગર ઉપાય છે ત્યારે રાષ્ટ્રમાં અમલી લોકડાઉનમાં લોકોની જીવન જરૂરી આવશ્યક વસ્તુઓનો પુરવઠો પુરો પાડવો જિલ્લા વહીવટીતંત્ર પોતાની જવાબદારી સુપેરે પાર પાડી રહી છે. જિલ્લામાં લોકોને શાકભાજીની અગવડ ના પડે તે માટે સ્થાનિક વહીવટી તંત્રે વિશેષ સગવડો ઉભી કરી છે. જે પૈકી ગણદેવી નગરપાલિકાએ હંગામી ધોરણે શાકમાર્કેટ ઉભું કર્યુ છે. ભીડ ભેગી ન થાય તેમજ ગ્રાહકોથી સલામત સામાજિક અંતર જળવાય તે માટે ચોકકસ પ્રકારથી હંગામી શાકમાર્કેટ ઉભુ કર્યુ છે સામાજિક અંતરમાં ગ્રાહકો પોતાને જોઇતા શાકભાજી સોશિયલ ડિસ્ટન્સીંગની માર્ગદર્શિકાને અનુસરીને ખરીદે છે. નિયત કરેલા સમયમાં નગરજનો આ શાકમાર્કેટમાં આવી જોઇતા શાકભાજી અને ફળફળાદી ખરીદી કરે છે. તંત્રની આ વ્યવસ્થાને ખરીદારો આવકારે છે શાકભાજી અને ફળફળાદીની ધંધાવાળા તંત્રની આ વ્યવસ્થાનો આભાર માની રોજગારી સાથે સેવા કરવાનો અનુભવ લઇ, ખુશહાલ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application