Tapi mitra News-કોરોના વાયરસે જયારે સમગ્ર દેશ સહિત સુરતને પણ પોતાના સંકજામા લીધો છે ત્યારે જીવનના જોખમે કોરોના સામે બાથ ભીડીની કાર્ય કરતા આરોગ્યના સેનાનીઓને સુરક્ષા કવચના સાધનો પુરા પાડીને દેશસેવાનું કાર્ય કર્યું છે. સર્વે, સેમ્પલ ટેસ્ટ દરમિયાન આરોગ્યના કર્મયોગીઓની સુરક્ષા જળવાય રહે તેવા આશયથી પ્રદિપ પટેલ(અન્નયા એકવા) અને પ્રણવ પટેલ(છબછબા છબ વોટર પાર્ક, રાજગરી) દ્વારા કોવિદ-૧૯ના સર્વે માટે પીપી.ટી કીટ-૧૦૦ નંગ, ૩૦૦ નંગ માસ્ક, ૩૦ બોક્સ ગ્લોલ્સ, ૧૦૦ નંગ ચશ્મા વગેરેની કિટ્સ આરોગ્ય વિભાગને વિનામૂલ્યે આપીને ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.
આજે ઓલપાડમાં વિકાસ એજન્સીમાં એક કોવિદ-૧૯નો પોઝીટીવ કેસ નોંધાયો છે. ત્યારે સમગ્ર ઓલપાડ અને અસ્નાબાદ ગામ વિસ્તારનું સર્વેલન્સ સેમ્પલ કલેકશનની કામગીરી તમામ તાલુકા હેલ્થ ઓફિસ, ઓલપાડના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામને વેગ આપવા માટે અને આરોગ્ય સેનાનીઓની સલામતી માટેના હથિયારો પુરા પાડવા બદલ ઓલપાડના તાલુકા હેલ્થ ઓફીસર ડો.પ્રશાંત સેલર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application