Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાજપોર મધ્યસ્થ જેલના ૨૧૨ બંદીવાનો દ્વારા કોરોનાની લડત માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ.૧,૧૧,૧૧૧નું દાન

  • April 19, 2020 

Tapi mitra News-વૈશ્વિક કોરોના મહામારી સામેની લડાઈમાં દેશના સેવાભાવી નાગરિકો, સંસ્થાઓ ભોજન આર્થિક રીતે મદદરૂપ થઇને પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે કોરોનાના જંગમાં હવે સુરતની લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓ પણ આગળ આવ્યા છે. જેલના પાકાકામના ૨૧૨ સ્ત્રી-પુરૂષ બંદીવાનો દ્વારા કોરોનાની લડત માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ.૧,૧૧,૧૧૧ નું દાન આપવામાં આવ્યું છે. જે સહાય ચેક બંદીવાન અબુ બકર અને હરિશભાઈએ જેલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી મનોજ નિનામાને  સુપરત કરાયો હતો. લાજપોર જેલના બંદીવાનોએ અનોખી રાષ્ટ્રભાવના દર્શાવી સમાજસેવાનું આગવું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. જેલજીવન દરમિયાન બંદીવાનો સ્વરોજગારલક્ષી તાલીમ મેળવીને જેલમુક્ત થયા બાદ સ્વનિર્ભર બની આજીવિકા કમાઈ શકે તેમજ ગુનાહિત માનસિકતા ત્યજીને સમાજમાં એક સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થઈ શકે તેવા આશયથી લાજપોર જેલમાં સ્વરોજગારીના વિવિધ વ્યવસાયો ચલાવવામાં આવે છે. વિશ્વવ્યાપી મહામારીમાં લાજપોર મધ્યમસ્થ જેલમાં સજા ભોગવતા સ્ત્રી-પુરૂષ બંદીવાનો પોતાને જેલવાસ દરમિયાન આપવામાં આવેલી રોજગારીમાંથી મળતા વેતનમાંથી બંદીવાનોએ પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આમ જેલની બંધ દિવાલોમાં રહીને પણ વિશ્વવ્યાપી મહામારીમાં સામે પોતાની ક્ષમતા મુજબ સહાય કરીને સાચો દેશપ્રેમ ઉજાગર કરીને સમાજને એક સકારાત્મક સંદેશો પુરો પાડયો છે. જેલમાં પાકા કામના કેદીઓ વતી ચેક અર્પણ કરતા બંદીવાન અબુ બકર અને હરિશભાઈએ જણાવ્યું હતું કે, જયારે સમગ્ર ભારત સહિત ગુજરાત કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અમે બંદીવાનો પણ આવી વિશ્વવ્યાપી મહામારીમાં પોતે પણ સમાજનું એક અવિભાજય અંગ છીએ. જેલમાં હોવા છતા પણ સમાજ સાથે મુશ્કેલી અને દુઃખ સામે અમારૂ નૈતિક ઋણ સમજીને મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં ફાળો આપ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application