Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CM વિજયભાઈ રૂપાણીએ કોરોનાથી વધુ પ્રભાવિત વડોદરા શહેર-જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સ્થિતીનો તાગ મેળવ્યો

  • April 19, 2020 

Tapi mitra News-મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રવિવારે બપોરે વડોદરા મહાનગર અને જિલ્લાના ધારાસભ્યો સાંસદશ્રી સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોન્ફરન્સ યોજી હતી. રાજ્યમાં કોરોના વાયરસથી વધુ પ્રભાવિત મહાનગરો-જિલ્લાઓના જનપ્રતિનિધિઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને તેમનું માર્ગદર્શન કરવા સાથે સ્થાનિક સ્તરે કોઇ સમસ્યા-પ્રશ્નો હોય તો તેના ફિડબેક મેળવવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની આ કપરી વેળાએ જનપ્રતિનિધિઓ વિડીયો કોન્ફરન્સ, ઓડિયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ જેવા ટેકનોલોજીયુકત માધ્યમોના વિનિયોગથી પ્રજાજનોની સતત પડખે રહે અને મદદરૂપ થાય તેવું પ્રેરક સૂચન કર્યુ હતું.તેમણે આ સંદર્ભમાં ધારાસભ્યો-સાંસદશ્રીને કહ્યું કે, આરોગ્ય પરિક્ષણ, જરૂરતમંદોને મદદ સહાય, નિયમોના ચુસ્તપાલન અને રોગપ્રતિકારક શકિત વધારવાના આયામોની આખી ચેઇન પોતપોતાના વિસ્તારમાં પાયાના સ્તર સુધી ઊભી થાય તે આવશ્યક છે. વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યો તેમજ સાંસદશ્રીએ વિસ્તારો-કોલોની-સોસાયટીઝ સેનિટાઇઝ કરવાની કામગીરી તેમજ BPL, APL-1 અને પરપ્રાંતિય પરિવારો-લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણની રાજ્ય સરકારની પહેલની સરાહના કરી હતી. વિજયભાઈ રુપાણીએ આ સૌ જનપ્રતિનિધિઓને આરોગ્ય સેતુ એપનો વ્યાપ વધુ લોકો સુધી પહોચે, સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને લોકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે ઉકાળા વગેરેના પ્રસાર માટે સૂચન કરવા સાથે જ તેમના પોતાના અને પરિવારજનોના આરોગ્ય સંભાળ માટે ચિંતા કરવા પણ અનુરોધ કર્યો હતો.આ વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રત્રિવેદી, રાજ્યમંત્રી શ્રી યોગેશભાઇ પટેલ, સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઇ સુખડીયા, કેતનભાઇ ઇનામદાર, શૈલેષભાઇ, મધુભાઇ શ્રીવાસ્તવ, મનિષાબહેન વકીલ અને સીમાબહેન મોહિલે જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application