Tapimitra News-મહુવા,અનાવલ અને ઓલપાડમાં કોવીડ-19 પોઝીટીવ દર્દીઓ મળી આવતા બારડોલીમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. દરેક પોઇન્ટ પર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુ ખરીદી કરવા માટે સરકાર દ્વારા સમય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. કોરાના વાઇરસ પ્રસરે નહી તે માટે ચારથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવીને ૧૪૪ની કલમ લાગુ કરી છે. ઉપરાંત સરકારે લોક ડાઉનના આદેશો આપ્યા છે, તેમ છતાં રવિવાર નારોજ સવારે કરિયાણુ તેમજ શાકભાજી અને દુધની ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. કેટલાક શાકભાજી વાળા અને ખરીદી કરતા લોકો પણ માસ્ક વિના બજારમાં નજરે પડ્યા હતા.
લોક્ડાઉન અંતર્ગત હજી પણ કેટલાક લોકો વાયરસના સક્રમણના મુદ્દે ગંભીર જણાતા નથી અને કોઇ પણ બ્હાના હેઠળ ઘર બહાર નીકળી રહ્યા છે. મહુવા અને અનાવલ તેમજ ઓલપાડમાં કોવીડ-19 પોઝીટીવ દર્દીઓ મળી આવ્યાં બાદ બારડોલીનું તંત્ર વધુ એલર્ટ બની ગયું છે, તેમછતાં રવિવાર નારોજ સવારે કરિયાણુ તેમજ શાકભાજી અને દુધની ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા અને મોઢે માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી છે. બારડોલીમાં મોટેભાગના દરેક પોઇન્ટ પર પોલીસ ખડકી દેવાય છે. દરેક વાહનચાલકની પુછપરછ બાદ જવા દેવામાં આવતાં હતાં. મોટર સાયકલ પર ડબલ સીટ ફરતા વ્યક્તિઓને પણ અટકાવવામાં આવી રહ્યા હતા. અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. કેટલાક ડબલ સવારી મોટર સાયકલ વાળા યુવકોને પોલીસે ઉઠક બેઠક પણ કરાવી હતી. સવારથી શાકભાજી અને કરિયાણાની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. વહીવટીતંત્રએ લોકોને ઘરોની બહાર નહિ નીકળવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application