Tapi mitra News-કોરોના વાઇરસની મહામારી અને દેશમાં લોકડાઉનની સ્થિતિમાં દેશની રક્ષા કરતા પોલિસ જવાનોની જવાબદારી વધી ગઈ છે. લોકડાઉનના નિયમોનું કડકપણે પાલન કરાવવાની સાથે લોકોની સુરક્ષાની જવાબદારી વહન કરતાં સુરતના પોલિસ જવાનો, ટ્રાફિક પોલિસ, એલ.આર.ડી., હોમગાર્ડઝને ૨૪ કલાક ખડેપગે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. હાલ ઉનાળાનો ધોમધખતા તાપમાં ફરજ બજાવતાં રક્ષકોનું ગરમીના કારણે સ્વાસ્થ્ય ન બગડે તે હેતુથી સુરતનું 'દીકરી એજયુકેશન ટ્રસ્ટ' આગળ આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા શહેરમાં પોલિસ જવાનો છાંયડામાં રહી કામ કરી શકે અને અસહ્ય તડકાથી રક્ષણ મેળવી શકે તે માટે ૫૦ થી વધુ છત્રી આપવામાં આવી રહી છે. જેની શરૂઆત કતારગામ અને ચોકબજાર પોલિસ સ્ટેશન વિસ્તારમાં કરીને પોલિસકર્મીઓને છત્રી અર્પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application