Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડ તાલુકાના ટેક્ષટાઈલ યુનિટો અને શેરડીના ખેતરમાં કામ કરતાં શ્રમિક વર્ગની ભોજનની સમસ્યા દૂર થઇ

  • April 18, 2020 

Tapi mitra News-કોરોના સંકટમાં લોકડાઉનના કારણે ઉદ્યોગ વ્યાપાર બંધ છે, ત્યારે ઓલપાડ તાલુકાના ટેક્ષટાઈલ યુનિટો અને શેરડીના ખેતરમાં કામ કરતાં શ્રમિક વર્ગની વ્હારે આવીને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જાગૃત્ત જનપ્રતિનિધિ હોવાનું સાબિત કર્યું છે. તેઓ કોરોના કટોકટીમાં તાલુકાના ૧૫ હજાર શ્રમિકોને પ્રતિદિન ભોજન પૂરૂ પાડવાનું પૂણ્યકાર્ય કરી રહ્યા છે. ઓલપાડ તાલુકાના સાયણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે ટેક્ષટાઈલના કારખાના આવેલાં છે. લોકડાઉનના કારણે આ ફેક્ટરીઓ બંધ કરવામાં આવતાં મોટી સંખ્યામાં કામ કરતાં પરપ્રાંતીય શ્રમિકો મુશ્કેલીમાં મૂકાયા હતા. પરંતુ ઓલપાડના ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલે તાલુકાના સાયણ, દેલાડ,પરીયા, સીવાણ, માધર, ખલીપોર, ભારુંડી, કારેલી, ઉમરા ગામે  ટેક્ષટાઇલ ઉદ્યોગના ઓરિસ્સા, યુ.પી, બિહાર, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યના ૧૫૦૦૦ જેટલા કારીગરો માટે એક જ જગ્યાએ ભોજન વ્યવસ્થા ઉભી કરી તેમની ભોજનની સમસ્યા દૂર કરી છે. સાયણ ગોથાણ રોડ પર આવેલા ગુરૂકૃપા પાર્ટી પ્લોટમાં કોમ્યુનિટી કિચન બનાવી સાયણ ગામના ઉત્સાહી નવયુવાનો આજુબાજુના ગામોમાં ટેમ્પો મારફતે શ્રમિકો સુધી ભોજન પહોંચાડે છે. આ સેવાયજ્ઞમાં સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશનો પણ સહયોગ મળ્યો છે.ધારાસભ્યશ્રીની વિવિધ ટીમો, ગ્રામ પંચાયત ટીમો તેમજ સામાજિક અગ્રણીઓ અને સહયોગી સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ શ્રમિકો- ગરીબોને તેમના વિસ્તારમાં જઈને ભોજનનું વિતરણ કરવામાં આવે છે. શ્રી મુકેશભાઈની પ્રેરણાથી અગ્રણી શ્રી ભરતભાઇ ચૌધરીની દિકરી હિમાંશીના જન્મ દિવસ નિમિત્તે કદરામા ગામે ગત તા.૧૭મી ના રોજ શેરડીના ખેતરમાં કામ કરતાં મજૂરોને નવયુવાનોના સહકારથી ભોજન પીરસવામાં આવ્યું હતું.ઉપરાંત, અમરોલીના એચ-૧, ઈ.ડબ્લ્યુ.એસ.,પંચશિલા, સતાધાર, પ્રધાનમંત્રી આવાસ, સુમન આવાસ, સુમન મંદિર, શ્રી રામનગરના ૧૪૧૫ જેટલા જરૂરિયાતમંદ લોકો માટે મસાલા રાઇસ અને મિક્સ રીંગણ બટેકાનું શાક અને પૂરી તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application