Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈન્ડસ્ટ્રીઝોને પરવાનગી બાબતે નિયત કરેલી પધ્ધતિ નક્કી કરવામાં આવી..

  • April 18, 2020 

Tapi mitra News-કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને લોકડાઉનના કારણે અમુક ઔદ્યોગિક એકમોને તા.૨૦મી એપ્રિલથી કડક શરતોને આધિન પરવાનગી આપવામાં આવશે. જે અંગે ઈન્ડસ્ટ્રીઝોને કંઈ રીતે પરવાનગી મેળવવાની છે તે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ કરવા માંગતા ટેક્ષટાઈલ પાર્કો, ફુડ પાર્કો, ઈન્ડસ્ટ્રીઝ યુનિટોએ નિયત નમૂના મુજબમાં ફોર્મ ભરીને ઈન્ડસ્ટ્રીઅલ એસોશિયેશન/એસ્ટેટના પ્રમુશ્રી મારફત અને તેઓની ભલામણ સહિત એકમોની યાદી નિયત નમૂના અને પુરાવા સહિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઈ-મેલ આઈડી [email protected] પર મોકલવાની રહેશે. આ સિવાયના યુનિટો પોતાની સીધી અરજી કરી શકશે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બનેલી સમિતિ દ્વારા વિવિધ પાસાઓની ચકાસણી કરીને અરજીઓ પર નિર્ણય લઈ તેમને જાણ કરવામાં આવશે. જે યુનિટોને પરવાનગી આપવામાં આવશે તેઓએ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય રહે, સેનિટાઈઝર વગેરે બાબતોને ધ્યાને લઈને મંજુરી આપવામાં આવશે. જો ભવિષ્યમાં આ વિસ્તારો હોટસ્પોટ જાહેર થાય તો પરવાનગી આપોઆપ રદ થશે. હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારની ત્રણ કિ.મી. સુધીના સમાવિષ્ટ એકમોએ અરજી કરવી નહી. શરતોનો ભંગ થયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બધી જ કામગીરી ઈમેલ દ્વારા જ કરવામાં આવશે. જેથી રૂબરૂ સંપર્ક કરવો નહી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application