Tapi mitra News-રાજ્યમાં નોવેલ કોરોના વાયરસને નાબૂદ કરવાના રાજય સરકારના ઉમદા હેતુને અનુસરીને ગુજરાત રાજ્યના ખાદી અને પોલીવસ્ત્રની કામગીરી સાથે સંકળાયેલ અને ખાદી બોર્ડના અધ્યક્ષશ્રી કુશળસિંહ પઢેરીયા તથા કુટીર ઉદ્યોગના સચિવશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યની ખાદી સંસ્થાઓને કોરોના વાયરસની મહામારીમાં રાજય સરકારની ગાઇડલાઇનને અનુસરીને લોકોને વધુમાં વધુ મદદ કરી શકાય તે માટે અપીલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ગુજરાતની ખાદી સંસ્થાના પ્રતીનિધિશ્રીઓ આ સેવાયજ્ઞ માં સહભાગી થઇ રાજ્યની આરોગ્ય સંસ્થાઓ, પોલીસ ખાતુ, મહેસુલી ખાતુ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ ખાદી સંસ્થાના કાંતનાર, વણનાર કારીગર કર્મીઓને ૧,૩૦,૦૦૦ એક લાખ ત્રીસ હજાર જેટલા માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે તથા માસ્ક બનાવવા માટે રાજ્યની સખી મંડળો/સ્વસહાય જૂથો, SHG ગ્રુપને પણ ૫૦,૦૦૦ મીટર કાપડનો જથ્થો નહી નફા નહી નુક્શનના ભાવે પૂરો પાડવામાં આવ્યો છે એમ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની યાદીમાં જણાવાયુ છે.આ ઉપરાંત ખાદી સંસ્થાઓ/ મંડળીઓ દ્વારા રાજ્યના વિવિધ જીલ્લાઓમાં જીલ્લા વહીવટી તંત્રને સહાય રૂપ થવા ચેક અને ૧૩,૦૮૭ મીટર કાપડ દાન તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોક્ડાઉનનો બીજો તબક્કો તા. ૦૩/૦૫/૨૦૨૦ સુધી ચાલનાર હોઇ રાજ્યની તમામ ખાદી સંસ્થાઓને અધ્યક્ષશ્રીએ પુન: અપીલ કરી કોરોના વાયરસની મહામારીમાં દરેક સંસ્થાએ પોતાના કાર્યક્ષેત્રમાં તથા અન્ય જગ્યાએ પણ મુશ્કેલી વાળાઓને મદદરૂપ થઇ રાજય સરકારના આ મહા સેવાયજ્ઞમાં વધુમાં વધુ મદદરૂપ થવા અપીલ પણ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500