મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2325 નવા કોરોના ગ્રસ્તો મળી આવ્યા હોઈ તેની સામે 2471 દર્દીઓ આજે કોરોનામુક્ત થયા છે. જોકે મુંબઈ શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 290 નવા દર્દી મળતાં કુલ કોરોનાગ્રસ્તોનો આંક 11,21,836 થયો છે. આજે 382 દર્દી સાજા થઈ ઘરે ફરતાં 11,00,198 દર્દી કુલ સાજા થઈ ગયાં છે. જેથી રીકવરી રેટ 98 ટકાનો થયો છે.
શહેરમાં અત્યારે કુલ એક્ટિવ દર્દી 2003 છે. આજે કોવિડને લીધે એક મૃત્યુ થતાં કુલ 19,635 દર્દીઓનો અત્યાર સુધીમાં કોવિડને કારણે શહેરમાં ભોગ લેવાયો છે. અત્યારે કેસ બમણા થવાનો દર 2621 દિવસનો છે.
જયારે મહારાષ્ટ્રમાં સાત કોરોના ગ્રસ્તોનું મૃત્યુ થયું હોઈ રાજ્યનો મૃત્યુદર 1.84 ટકા જ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 78,62,431 કોરોનાગ્રસ્તો સાજા થયાં હોઈ રાજ્યનો રીકવરી રેટ 97.97 ટકાએ સ્થિર રહ્યો છે. અત્યારે રાજ્યમાં કુલ 14,636 એક્ટિવ કેસ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500