Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ દ્વારા ૨૨૦૦ જેટલા દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પડાઇ

  • April 18, 2020 

Tapi mitra News-ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકોની પ્રાથમિક તબીબી સારવાર માટે જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ મારફત અમલીકૃત ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત કુલ ૩૪ મોબાઇલ હેલ્‍થ યુનિટ દ્વારા પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્‍થિતિ સર્જાઇ છે અને પ્રવર્તમાન કોવિડ-૧૯ના રોગચાળા અન્‍વયે વધુમાં વધુ લોકોની મેડીકલ તપાસ થાય અને સંક્રમિત દર્દીને વહેલીતકે શોધી શકાય તે અત્‍યંત આવશ્‍યક છે. વલસાડ જિલ્લામાં ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ દ્વારા વિવિધ વિસ્‍તારોમાં આવેલા સ્‍લમ, શ્રમિક વસાહતો, સોસાયટી ખાતે તબીબી સેવાઓ પૂરી પાડી કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સતત કાર્યશીલ છે. લોકડાઉન થયા બાદ આજદિન સુધી ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ દ્વારા જિલ્લાના ૨૨૦૦ જેટલા દર્દીઓની ઓ.પી.ડી./ પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. high light-તાપીમિત્ર ન્યુઝ,તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો.સાવચેત રહો - સતર્ક રહો - સુરક્ષિત રહો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application