Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં ઉત્‍પાદન પ્રવૃત્તિઓના ઔદ્યોગિક એકમો ચાલુ કરવા ઇમેઇલથી દરખાસ્‍ત કરવાની રહેશે

  • April 18, 2020 

Tapi mitra News-ભારત સરકાર દ્વારા લોકડાઉનના સમય દરમિયાન તા.૨૦/૪/૨૦૨૦થી ઉત્‍પાદન પ્રવૃત્તિઓ માટે છૂટછાટ આપવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જે મુજબ વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણની અધ્‍યક્ષતામાં ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા બનાવાયેલી કમિટિની બેઠક મળી હતી. પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી, જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનોના પ્રમુખ તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે મળેલી આ બેઠકમાં આગામી તા.૨૦મી એપ્રિલથી ઉત્‍પાદન પ્રવૃત્તિઓને છૂટછાટ આપવા બાબતે વિષદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે મુજબ એકમ શરૂ કરવા ઇચ્‍છતા ઉદ્યોગગૃહોએ ગૃહવિભાગની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની બાંહેધરી સાથે નિયત નમૂનામાં સંબંધિત કચેરીમાં અરજી કરવાની રહેશે. જે બાદ કમિટિ દ્વારા શરતોને આધિત રહી મંજૂરી આપવામાં આવશે. એકમોએ સંબંધિત વિસ્‍તારોને ફાળવેલી કચેરીને ઇમેઇલ દ્વારા જ દરખાસ્‍ત મોકલવાની રહેશે. જે અનુસાર વલસાડ જિલ્લાના તમામ જી.આઇ.ડી.સી. વિસ્‍તારના ઔદ્યોગિક એકમોની મંજૂરીની કામગીરી માટેની દરખાસ્‍ત રીજયોનલ મેનેજર, જી.આઇ.ડી.સી. વાપીના ઇમેઇલ એડ્રેસ [email protected] ઉપર મોકલવાની રહેશે. જ્‍યારે જી.આઇ.ડી.સી. વિસ્‍તાર સિવાયના તમામ ઔદ્યોગિક એકમો પૈકી પારડી અને કપરાડા તાલુકા માટે નાયબ નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય, વલસાડના ઇમેઇલ- [email protected], વાપી તાલુકા માટે રીજીયોનલ મેનેજર, જી.પી.સી.બી. વાપીના ઇમેેઇલ- [email protected], ઉમરગામ તાલુકા માટે રીજીયોનલ મેનેજર, જી.પી.સી.બી. સરીગામના ઇમેઇલ- [email protected], વલસાડ અને ધરમપુર તાલુકા માટે જનરલ મેનેજરશ્રી જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, વલસાડના ઇમેઇલ- [email protected] ને દરખાસ્‍ત મોકલવાની રહેશે. વલસાડ જિલ્લાના તમામ ફુડ અને ડ્રગ એકમોની મંજૂરીની કામગીરીની દરખાસ્‍ત આસીસ્‍ટન્‍ટ કમિશનરશ્રી, ફુડ અને ડ્રગ, વલસાડના ઇમેલ [email protected] ઉપર મોકલવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application