Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દંપતિને યુકેમાં વર્ક પરમીટ સાથે વિઝા અપાવવાનું કહી ૨૩.૫૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • September 15, 2024 

નવરંગપુરા લો ગાર્ડન પાસે આવેલી સિન્ટ્રોફિયા ઓવરસીઝ નામની વિઝા કન્સ્લટન્ટન્સી એજન્સીના સંચાલકે એક દંપતિને યુકેમાં વર્ક પરમીટ સાથે વિઝા અપાવવાનું કહીને ૨૩.૫૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપીઓએ વર્ક પરમીટના વિઝાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. શહેરના ઓઢવમાં રહેતા સંકેત પરિહાર અને તેમની પત્નીને વર્ક પરમીટ સાથે યુકેમાં જવાનું હોવાથી તેમણે જાન્યુઆરી ૨૦૨૪માં લો ગાર્ડનમાં આવેલા સચેત-૨ સ્થિત સિન્ટ્રોફિયા ઓવરસીઝ નામની કંપનીમાં સંપર્ક કર્યો હતો.


જ્યાં મેનેજર તરીકે કામ કરતા દેવાંશી પટેલ સાથે મુલાકાત થઇ હતી. દેવાંશીએ તેમને વર્ક પરમીટ માટે ૩૫ લાખનો ખર્ચ કહ્યો હતો. જોકે સિન્ટ્રોફિયા ઓવરસીઝના માલિક અંકિત પટેલે તેમને ૩૦ લાખનો ખર્ચ ફાઇનલ કર્યો હતો. જેમાં એડવાન્સમાં ત્રણ લાખ લઇને પ્રક્રિયા કરવાનું કહી મેડીકલ ચેકઅપ અને આઇએલટીએસની પરીક્ષા પણ અપાવી હતી. ત્યારબાદ સ્પોન્સરશીપનો લેટર અપાવવાનું કહીને ૧૫ લાખ લીધા હતા. જોકે જુન મહિના સુધી કોઇ કાર્યવાહી કરી નહોતી અને સંકેતભાઇને ગોળ-ગોળ જવાબ આપ્યા હતા.


જોકે જુલાઇમાં તેમને વિઝા પ્રોસસ માટે બીજા પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા અને જો નાણાં જમા નહી થાય તો વિઝા કેન્સલ થઇ જશે. જેથી સંકેતભાઇએ તેમને નાણાં આપતા અંકિતે તેમના બાયોમેટ્રીકની પ્રોસેસ કરાવી હતી. પરંતુ બીજા દિવસે દેવાંશીએ ફોન કરીને ફાઇલમાં ખોટા દસ્તાવેજ હોવાથી ફાઇલ પરત લેવી પડશે. તેમ કહીને પરત લેવડાવી હતી. જો કે નાણાં પરત આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા. આ દરમિયાન સંકેતભાઇને જાણવા મળ્યું હતું કે અંકિત પટેલ અને દેવાંશી પટેલે આ મોડ્સ ઓપરેન્ડીથી અનેક લોકોને ટારગેટ કર્યા હતા. આ અગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application