થાઈલેન્ડમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં આ ઘટના બની હોવાની જાણકારી મળી છે. ઘટના સ્થળે હાજર બચાવ કર્મીઓનું કહેવું છે કે, આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિના બચવાની શક્યતા નથી. જયારે ઘટના દરમિયાન ખાલી પડેલા ડાંગરના ખેતરમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે.
અહેવાલ અનુસાર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી હતી. જેમાં જાણ થઈ કે, નવેમ્બર 2022માં પણ આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને ત્યારે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઓગસ્ટ 2023માં પણ, નરાથીવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. સુફાન બુરી પ્રાંતના ગવર્નર નટ્ટપત સુવાનપ્રતિપે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 23 લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે વિસ્ફોટનું કારણ શું છે? તે અત્યારે જાણી શકાયું નથી. તેમણે એ પણ જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરી કાયદેસર રીતે ચાલી રહી હતી અને કંપની પાસે માન્ય લાઇસન્સ પણ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500