નવસારી જિલ્લા પીએનડીટી એડવાઇઝરી સમિતિની બેઠક જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ભાવસારે જણાવ્યું હતું કે, ગ્રામ્યકક્ષાએ દર માસે નિયત નમુનાઓ મળેલી ફરિયાદો અંગે અચુક રીપોર્ટ કરવાનો રહેશે.
અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, આરોગ્ય કમિશનરની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ જિલ્લાના કોઇપણ સંસ્થાના રેન્ડમ ફોર્મ ચેક કરવા. એક કે તેથી વધારે બાળકી ધરાવતી માતાઓની ડીલીવરી થાય ત્યાં સુધી તકેદારી રાખવી.
બેઠકમાં સમિતિના સભ્ય ચેતનાબેન, જશુભાઇ નાયક, ર્ડા.ધવલ મહેતા, ર્ડા.નિતિન પટેલ, ર્ડા.મજીગાવકર, ર્ડા.પુછવાલા, ર્ડા.ભરત પટેલ, ર્ડા.નેહા પટેલ, ડીસ્ટ્રીકટ આઇઇસી ઓફિસર ભરત પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500