તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નેશનલ હાઈ-વે પર આવેલા બોરિયાચ ટોલનાકા પાસે આરોપી અને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં.સુરતનો નાસતો ફરતો આરોપી અલ્તાફ પટેલ મૂંબઈથી લક્ઝુરીયસ કારમાં આવતો હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાંચને મળી હતી.જેથી પોલીસે વોચ ગોઠવી તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી.પરંતુ આરોપીને ખ્યાલ આવી જતાં તેણે પોતાની કારથી પોલીસને કચડવાનો પ્રયાસ કરતા સુરત ક્રાઈમ બ્રાંચનાં પીઆઈએ આરોપીની કારનાં ટાયર પર ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.બાદમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો.આ સાથે વાહનોથી ધમધમતા આ હાઈ-વે પર ફાયરિંગની ઘટના બનતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં.જો પોલીસનું નિશાન ચૂકી જાત તો અન્ય દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી.પરંતુ સદનસીબે જાનહાનિ ટળી ગઇ હતી અને આરોપી પોલીસ પક્કડમાં આવી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક ગુનાઓને અંજામ આપીને આરોપીઓ પોલીસ પક્કડથી પલાયન થઈને ભૂગર્ભમાં ચાલ્યાં જતાં હોય છે અને પોલીસ માટે આવા આરોપીને શોધવું એ પણ ક્યારેક માથાનો દુઃખાવો સાબિત થઇ જાય છે.ત્યારે સુરતમાં ૩૦૭નાં ગુનામાં ફરાર આરોપીને સુરત અને નવસારી પોલીસનાં સંયુક્ત ઓપરેશનથી બોરીયાચ ટોલનાકેથી ફિલ્મી ઢબે પોલીસે સ્વ બચાવ માટે ફાયરિંગ કરીને આરોપીને દબોચી લીધો છે.નવસારીનાં નેશનલ હાઇ-વે પર આવેલા બોરીયાચ ટોલનાકે પાસે મુંબઈથી આવતી લક્ઝુરીયસ કારમાં સુરતનો નાસતો-ફરતો ૩૦૭નો આરોપી અલ્તાફ પટેલ આવતો હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાંચને મળતા ચારે બાજુ વોચ ગોઠવી દેવાઇ હતી.જેમાં આરોપી લક્ઝુરીયસ કારમાં મુંબઈ તરફથી આવતા પોલીસે દબોચવા જતા આરોપીએ પોતાની લક્ઝુરીયસ કારથી અન્ય ગાડીઓ સાથે પોલીસને કચડવાનાં પ્રયત્ન કરતા સુરત ક્રાઈમ બ્રાંચનાં પી.આઈએ આરોપીની ગાડીનાં ટાયરમાં ફાયરિંગ કરતા તે આરોપી પોલીસ પક્કડમાં આવી ગયો છે.અગાઉનાં ૩૦૭ સાથે પોલીસ પર હુમલાનાં ભાગ રૂપે પણ ૩૦૭ની કલમ લગાવીને કાર્યવાહી હાથ ધરાઇ છે.૨૪ કલાક વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇ-વે પર ૩૦૭નાં આરોપીને ઝડપવા પોલીસે જાહેર માર્ગ પર ફાયરીંગ કરીને લોકોને સ્તબ્ધ કરી દીધાં હતાં.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application