Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી તાલુકામાં અન્નબ્રહ્મ યોજના અંતર્ગત રેશનકાર્ડ ન ધરાવતાં ૭૦૦ પરિવારના ૧૭૬૨ ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે “કુડ બાસ્કેટ કીટ"નું વિતરણ કરાયું

  • April 11, 2020 

Tapimitra News-કોવિડ-૧૯ કોરોનાની મહામારી દરમિયાન કોઇ નિરાધાર શ્રમજીવીઓ ભૂખ્યાં ન  રહે અને તેઓને જરૂરિયાત મુજબનું અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકારની અન્નબ્રહ્મ યોજના અંતર્ગત જેની પાસે રેશનકાર્ડ નથી તેવા નિરાધાર, ઘર અને કુટુંબ વિહોણા લોકો, પરપ્રાંતિય મજુરો, ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે “કુડ બાસ્કેટ કીટ" આપવામાં આવે છે. જે અંતર્ગત બારડોલી તાલુકાના રૂવા, મોટી ફળોદ, ભરમપોર ગામોના ૭૦૦ પરિવારના ૧૭૬૨ ગરીબ લાભાર્થીઓને વિનામૂલ્યે “કુડ બાસ્કેટ કીટ"નું વિતરણ કરાયું હતું. જેમને પરિવાર દીઠ ૦૧ કિ.ગ્રા મીઠુ. ૦૧ કિ.ગ્રા. ખાંડ, ૦૧  કિ.ગ્રા દાળ તેમજ સભ્ય દીઠ ૩.૫ કિ.ગ્રા ઘઉ તેમજ ૧.૫ કિગ્રા ચોખા વિતરણ કરવામાં આવ્યા હતા. બારડોલીના મામલતદાર જીજ્ઞા પરમારે જણાવ્યું હતું કે, અન્ન બ્રહ્મ યોજના હેઠળ બારડોલી તાલુકાના ગરીબ નિરાધાર વ્યકિતઓ, પરપ્રાંતિય મજુરોને અન્ન બ્રહ્મ યોજના હેઠળ કીટ વિતરણ અને ફૂડ બાસ્કેટ તૈયાર કરવા માટે વિવિધ સવંયસેવી સંસ્થાઓ તેમજ મામલતદાર કચેરી, પુરવઠા વિભાગના સ્ટાફે રાત દિવસ પરિશ્રમ કરી સતત જહેમત ઉઠાવી હતી. high light-આપના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલર ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો....


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application