Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉનથી કામ વગર બેઠેલા પરપ્રાંતિયોએ બેનર દર્શાવી વતન જવા માટે માંગ કરી

  • April 11, 2020 

Tapimitra News-સુરત શહેરમાં પાલિકા અને અનેક એનજીઓ લાખોની સંખ્યામાં કીટ વિતરણ અને ભોજન વ્યવસ્થા કરી રહી હોવાના દાવા તંત્ર કરી રહ્યા છે. પરંતુ ખરેખર જરૂરીયાતમંદ લોકો સુધી આ વ્યવસ્થા પહોચી રહી નથી. તેનું તાજેતરમાં જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમરોલી વિસ્તારમાં રહેતા યુપી,બિહાર અને ઓરિસ્સાવાસીઓએ પોતાની સબરનો બાંધ તોડી બેનરો સાથે રસ્તા પર ઉતરી આવી મદદની પોકાર કરી છે. અમરોલી ચાર રસ્તા નજીકના રણછોડ નિકેતનમાં રહેતા યુપી-બિહાર અને ઓડિશા વાસીઓ આખરે મજબુર બની બેનરો સાથે રોડ ઉપર આવ્યાં હતા. લોકડાઉન બાદ સતત આંખ આડા કાન કરતા તંત્રને લઈ રોષ વ્યકત કર્યો હતો. હમ ભૂખ મરે સે મર રહે હે,હમેં ઘર ભેજો,હમેં ખાના દો,જેવા બેનરો સાથે સૂત્રોચાર કરનાર એક બે નહિ પણ ૨૫૦૦થી વધુ હોવાનું સ્થાનિક એન ડી સાજીડે જણાવ્યું હતું. અમરોલીમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે.આ વિસ્તાર આખો મજૂર,નોકરિયાત વર્ગથી ભરેલો હોવાનું અને કોઈ પણ સામાજિક સંસ્થાઓ પણ અહીંયા રાહત સામગ્રી કે અનાજની કીટ લઈને આવતી ન હોવાનું જણાવ્યું હતું. high light-આપના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલ ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application