Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાકભાજીનું વેચાણ બની રહ્યું છે સુરતીઓ માટે જોખમી,હવે લારીવાળાઓનો ગલીઓમાં જમેલો

  • April 11, 2020 

Tapimitra News-પાલનપુર મશાલ સર્કેલ પાસે સોશ્યલ ડિસ્ટન્સના ધજીયા ઉડાવી ભરાતું શાક માર્કેટ શનિવારે પોલીસે બંધ કરાવ્યું તો શાકભાજીવાળાઓએ ગલીઓમાં અડીંગો જમાવી દીધો છે. ગલીઓમાં પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના જ શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસ એક તરફ શાક માર્કેટ હટાવે છે તો બીજી તરફ લારીવાળાઓ અન્ય વિસ્તારમાં અડીંગો જમાવતાં હોવાથી સ્થાનિકોનો વિરોધ વધી રહ્યો છે. પોલીસની કાર્યવાહી છતાં શાકભાજીવાળા અને લોકો પણ સમજતાં ન હોવાથી સુરતના માથે જોખમ વધી રહ્યું છે. સુરતમાં કોરોના અટકાવવા સામે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વિના થતું શાકભાજીનું ખરીદ વેચાણ સુરત માટે જોખમકારક બની રહ્યું છે. સુરતમાં બે વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યા તે શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી હવે જોખમમાં વધારો થયો છે. ગઈકાલે પાલનપુર મશાલ સર્કલથી હાઉસીંગ તરફ જતાં રસ્તા પર શાકભાજીનું વેચાણ કોઈ પણ નિયમનું પાલન વિના થતું હોવાથી આજે પોલીસે શાક માર્કેટ બંધ કરાવી દીધું હતું. જેના કારણે શાકભાજીવાળાઓએ સોસાયટીની ગલીઓ અને આંતરિક રસ્તા પર અડીંગો જમાવી દીધો હતો આ જગ્યામાં પણ નિયમોનુ પાલન ન થતું હોવાથી પોલીસે દોડાદોડી કરવી પડી હતી. શાકભાજીવાળાઓ પોલીસ સાથે સંતાકુકડી રમતાં હોય તેવા દ્રશ્યો શનિવારે સવારે પાલનપુર રોડ પર જોવા મળ્યા હતા. પાલનપુરની જેમ જ નવસારી બજાર શાક માર્કેટ સોશ્યલ ડિસ્ટન્સ વિના ભરાતું હોય સલાબતપુરા પોલીસે બંધ કરાવી દીધું હતું. પોલીસે શાકભાજીવાળાને વિખેરી દેતાં શાકભાજીવાળાઓ લારીઓ લઈને ગોપીપુરા હનુમાન ચાર રસ્તા પર ભેગા થયાં હતા. આ વિસ્તાર અન્ય પોલીસ મથકની હદમાં આવતો હોય શાકભાજીવાળાઓએ અડિંગો જમાવતાં આસપાસના રહીશોમાં ભારો રોષ છે. આવી રીતે શાકભાજીવાળાઓ ભેગા થતાં હોય સુરતીઓના માથે મોટુ જોખમ રહેલું હોવાથી શાકભાજીવાળા તથા નિયમનો ભંગ કરીને ખરીદવા આવતા લોકો સામે કડક હાથે કામગીરી કરવી જોઈએ તેવી માગણી થઈ રહી છે. high light-આપના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલ ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application