Tapimitra News-સુરત શહેરમાં રૂટીન દિવસોમાં અનાજને લઇને કે પછી દુકાનદારો ની ફરિયાદો કરીને તંત્રને માથે લેનારાઓ હાલની કોરોના જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ ફરિયાદો ચાલુ રાખતા જિલ્લા કલેકટરે ખોટેખોટી ફરિયાદ કરનારાઓની ફરિયાદ જ ધ્યાને નહીં લેવાની અને ફકત રેશનકાર્ડ ધારક પોતાના કાર્ડ નંબર સાથે ફરિયાદ કરે તો જ તપાસ કરવા આદેશ કર્યો છે. કોરોના વાયરસના કારણે રાજય સરકારે પહેલા નેશનલ ફુડ સિકયુરીટી એકટ હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને, ત્યારબાદ બીપીએલ કાર્ડ ધારકોને અંતે મધ્યમ વર્ગીય પરિવારોની સંખ્યા વધુ છે. તેવા એપીએલ-૧ કાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની વ્યવસ્થા કરાઇ છે. આ વિતરણની સાથે જ ઉધના,પાંડેસરા,ઉન,કોસાડ સહિતના સ્લમ વિસ્તારોમાંથી અનાજ વિતરણને લઇને કે પછી સસ્તા અનાજના દુકાનદારોની ફરિયાદોનો મારો થઇ રહ્યો છે. આ ફરિયાદોમાં મોટાભાગની દરરોજના દિવસોમાં જે ફરિયાદો કરતા હોય છે. તેવી જ ફરિયાદો કરતા હોય છે. હાલની કોરોનાની સ્થિતિમાં સ્ટાફ ઓછા છે. અને આ સિવાયની અન્ય કામગીરી પણ કરતા હોવાથી આવી ફરિયાદોને લઇને તંત્રનો સમય બગડે છે. આથી સુરત જિલ્લા કલેકટરે ફકતને ફકત રેશનકાર્ડ ધારક હોઇ અને રેશનકાર્ડ સાથે ફરિયાદ કરે અને ફરિયાદમાં તથ્ય હોય તો જ તપાસ કરવાનો કે ધ્યાને લેવાનો નિર્ણય લીધો છે. અને ખોટેખોટી ફરિયાદ કરનારાઓ તરફ ધ્યાન નહીં આપવા તાકીદ કરી છે.
high light-આપના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલ ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application