Tapimitra News-રાંદેર મેરૂલક્ષ્મીમાં માતા પુત્રના પોઝીટીવ કેસ આવ્યા બાદ તંત્રએ કોઇ જગ્યા પર નિષ્ક્રીયતા રાખી હોય તેવું દેખાઇ રહ્યું છે. સોહેલ પટેલ અને તેની માતા જે દવાખાનામાં સારવાર લઇ રહ્યા હતા તેની હજુ સુધી તપાસ કરવામાં આવી ન હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે. આ ઉપરાંત એપીએમસી માર્કેટમાં કાંદા-બટાકાની ખરીદી કરવા માટે પણ સોહેલ અવાર નવાર જતો હોવાનું સામે આવ્યુ છે. સુરત શહેરમાં એપીએમસી માર્કેટ કોરોના વાયરસ ફેલાવવા માટે જીવતા બોમ્બ સમાન સાબિત થઇ રહી છે. શુક્રવારે કનૈયાલાલ ઠાકોરદાસ મોદી નામના વ્યકિતને કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તે એપીએમસી માર્કેટમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યુ છે. જો કે એપીએમસી માર્કેટના પ્રમુખે એક નોટીશ જાહેર કરીને કનૈયાલાલ એપીએમસી માર્કેટમાં નોકરી ન કરતા હોવાનો ખુલાસો કર્યો છે. બીજી બાજુ શુક્રવારે રાંદેર મેરૂલક્ષ્મીમાં રહેતા ઝુબેદાબેન પટેલના પુત્ર સોહેલ પટેલનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. સોહેલ પટેલ ભાગળ શાકભાજી માર્કેટમાં કાંદા-બટાકાનો વેપાર કરે છે. રોજે રોજ એપીએમસી માર્કેટમાં ખરીદી કરવા માટે જતાં હોવાનું સામે આવ્યુ છે. આમ એપીએમસી માર્કેટમાં અસંખ્ય લોકો ખરીદી કરવા આવતા હોવાના કારણે આ ચેપ ફેલાયો હોવાની શકયતા નકારી શકાય તેમ નથી. સોહેલ પટેલ ૮ દિવસ પહેલાં પણ બિમાર હોવાના કારણે અડાજણ જય અંબે માતાના મંદીર પાસે આવેલા એક ખાનગી કલીનીકમાં સારવાર લઇ રહ્યો હતો. ત્યારબાદ તે સારો થઇ જતાં તેના લક્ષણો તેની માતા ઝુબેદાબેનમાં દેખાયા હતા. તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તમામ પરિવારને વેસુ સમરસ હોસ્ટેલમાં કોરોન્ટાઇન કરાયા હતા. ત્યાં સોહેલ પટેલનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. સોહેલ પટેલના સંપર્કમાં અનેક ગ્રાહકો,વેપારીઓ અને એપીએમસીના મોટા વેપારીઓ પણ આવ્યા હોવાની શકયતા દેખાઇ રહી છે. આ ઉપરાંત બાપ્સ હોસ્પિટલમાં ઝુબેદાબેન પટેલે લીધેલી સારવાર બાદ પણ તંત્રએ બાપ્સ હોસ્પિટલમાં કોઇપણ ડોકટર કે નર્સ કે હોસ્પિટલનું ચેકીંગ ન કર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.જો કે હજુ સુધી આ અંગે તંત્રએ કોઇ ખુલાસો કર્યો નથી. આમ પોઝીટીવ કેસની ચેઇન વધુ ફેલાઇ તેવી શકયતાના આધારે તંત્ર દોડી રહ્યું છે.
high light-આપના વોટ્સએપ મોબાઈલ નંબર ઉપર રેગ્યુલર ન્યુઝ મેળવવા માટે 78200-92500 નંબર પર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલાવો...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application