ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:21 દિવસ ના લોકડાઉન ને પગલે રાજપીપળા ના ખાનગી હોસ્પીટલો ને તાળાં મારી ને ભુગર્ભમાં ઉતરી ગયેલાં ડોકટરો થી શહેર અને ગામડાઓ ના દર્દીઓ ની હાલત કફોડી બની જવા પામેલ છે.તંત્ર દ્વારા ખાનગી હોસ્પીટલો ને બંધ રાખવાના હુકમ કે સુચના વગર જ હોસ્પીટલો ને તાળાં મારી ને બંધ કરી ને બેસી જનાર ડોકટરો માનવતા ચુક્યા હોય તેમ જણાઈ રહ્યું છે, સામાન્ય દિવસો મા ખાનગી હોસ્પીટલો મા દર્દીઓ નુ કીડીયારુ ઉભરાતું હોય છે, તો શું બધાં એકાએક સાજા થઈ ગયાં???
તાજાં જન્મેલાં નવજાત શિશુઓ અને નાનાં બાળકો ને શું પીડીયાટ્રીશીયન ડોકટરો ની સેવા ની જરુર નથી??? આવાં બાળકો ના માં-બાપ આ ઉભી થયેલી કટોકટી મા પોતાના બાળકો ને યોગ્ય સારવાર ના અપાવી શકતા લાચારી અનુભવી રહ્યા છે.કોરોના ની દહેશત વચ્ચે હાલ ઋતુમાં મા પણ ફેરફાર થઈ રહ્યો છે, શિયાળા થી ઉનાળા ના વાતાવરણ મા પ્રવેશ થવાની પ્રક્રિયા પણ લંબાઈ રહી છે અને રાત્રે ઠંડક અને દિવસે આકરા તાપ ની શરુઆત થઈ ચુકી છે, આ તબક્કે શરદી, ખાંસી અને તાવ ના ઋતુજન્ય રોગો મા વધારો નોંધાતો હોય છે ત્યારે આવા જરુરીયાત ના સમયે ખાનગી તબીબો પીછેહઠ કરી જાય તે કેમ સાંખી લેવાશે???
ઘરડાં અને અશક્ત દર્દીઓ કે જે દમ અને ડાયાબિટીસ જેવા રોગ ગ્રસ્ત છે તેઓ ને રોજીંદી દેખરેખ અને સારવાર ની જરુર પડતી હોય છે તેઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે."શહેર ના અમુક ખાનગી હોસ્પીટલ સિવાય સવાર ના છુટછાટ ના સમય અન્ય કોઈ પણ હોસ્પીટલ ખોલવામાં નથી આવતાં" કહેવાય છે કે કોરોના વાયરસ નો ચેપ લાગી જશે તેવા ફફડાટ ને કારણે ખાનગી અને ટ્રસ્ટ સંચાલીત હોસ્પીટલો વાળાઓ એ તાળા વાસી દીધા છે, તો સવાલ એ ઉભો થાય છે કે સામાન્ય દિવસો મા મોં માંગી ફી વસુલતા ડોકટરો અને ખાનગી લેબોરેટરી સંચાલકો જ્યારે કપરી પરિસ્થિતિ આવી ત્યારે કેમ પીછેહઠ કરી ગયાં છે, તેવું શહેરીજનો મા વ્યાપકપણે ચર્ચાઈ રહ્યું છે.રાજપીપળા શહેર ના સમાજ નો એક મોટો હિસ્સો તંત્ર પાસે માંગ કરી રહ્યું છે કે ખાનગી હોસ્પીટલો ખોલવામાં આવે અથવા તંત્ર દ્વારા ખાનગી હોસ્પીટલ સંચાલકો ને નિર્દેશ આપવામા આવે તેવી માંગ શહેરીજનો મા તિવ્ર બની છે.
High light-યુદ્ધ ઘોષિત થાય ત્યારે લશ્કર પીછેહઠ કરે તેવો ઘાટઆવશ્યક સેવા ની કેટેગરી મા આવતા અને લાભો મેળવતા હવે વળતર આપવાનું આવતા અલોપ.
High light-નાની-મોટી તકલીફો થી પીડાઈ રહેલાં દર્દીઓ વિકલાંગો, અને એકલવાયા વૃદ્ધો ની કફોડી સ્થિતી
High light-આડા દિવસે ધુમ કમાણી કરતાં ખાનગી હોસ્પીટલ સંચાલક, આજ ની કપરી પરિસ્થિતિ ભુગર્ભમાં કેમ ઉતરી ગયાં???
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500