હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:ભરૂચમાં પણ નિઝામુદ્દીન જમાતના કનેક્શન ધરાવતા ચાર એક સાથે પોઝિટિવ કેસ મળતા હડકંપ મચી ગયો છે. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામમાં ૪ પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન મળ્યું છે. ચારેય જમાતીઓ તામિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા બાદ બાય રોડ ભરૂચ આવી ને તા. ૧૨ થી ૧૭ માર્ચ એક મસ્જિદ માં રોકાયા હતા. તા ૧૭ માર્ચે ભરૂચથી ઇખર રવાના થયા હતા અને તા. ૨૨ માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા. તા. ૨૩ માર્ચે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામને આઇડેન્ટિફાઇડ કરી ઇખર ખાતે એક ખાલી મકાનમાં ક્વોરન્ટાઇન કરાયા હતા. તા. ૮ એપ્રિલના રોજ કુલ ૧૧ જમાતીઓના સેમ્પલ લઈ પરીક્ષણ કરાતા તા.૯ એપ્રિલે રાત્રે ૧૧ પૈકી ૪ જણાના રિઝલ્ટ પોઝિટિવ આવ્યા હતા. ઇખર ગામની વસ્તી ૭૦૦૦ હોઈ તાત્કાલિક ધોરણે સમગ્ર ગામમાં સાવચેતી અને મેડિકલ રિસ્પોન્સના તમામ પગલાં ભરવાના શરૂ કરી દેવાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application