નવી દિલ્હી:સૂચના અને પ્રસારણ મંત્રીનું પદ સંભાળવાની સાથે જ રાજયવર્ધનસિંહ રાઠોડે સ્પષ્ટ કર્યુ છે કે,સરકારનો મિડીયા પર નિયંત્રણ કરવાનો કોઇ ઇરાદો નથી.જો કે તેમણે મીડિયાને આત્મ અનુશાસન અપનાવવા માટે ભાર આપ્યો હતો કે,સરકારની સમાચાર પોર્ટલ અને મિડીયા વેબસાઇટ ઉપર નિયમન કરવાની કોઇ યોજના નથી.
સરકાર વિરૂધ્ધ મિડીયાની ચર્ચાને નકારી કાઢતા તેમણુ કહયુ કે,તેમનું મંત્રાલય એ દિશામાં કામ કરશે.જયા મિડીયા ઇચ્છે તો સાર્વજનિક પ્રસારક પસાર ભારતી હોય કે ખાનગી ચેનલ તેઓ લોકોનો અવાજ બને.રાઠોડે પત્રકારોને જણાવ્યું કે,પ્રધાનમંત્રી આ મુદ્દે સ્પષ્ટ છે કે,મિડીયા આપણા દેશ અને લોકતંત્રનો બેહદ મહત્વપુર્ણ સ્થંભ છે.આપણે સાથે મળીને સરકારના આંખ-કાન બનીને કામ કરવું જોઇએ.ગયા મહિને મંત્રાલય દ્વારા આદેશ કરાયો હતો કે મિડીયા વેબસાઇટ અને ન્યુઝ પોર્ટલને અનુશાસિત કે નિયંત્રીત કરવા માટે નિયમ બનાવવા એક કમિટીની રચના કરાશે.આ સબંધે સવાલ પૂછવામાં આવતા રાઠોડે કહ્યુ કે,મને લાગે છે કે આ મુદ્દાની ખોટી રીતે સમજવામાં આવ્યો છે.તેમણે વધુમાં ઉમેર્યુ કે પ્રસાર ભારતીને મજબૂત કરાશે અને બહેતર તથા જાણકારી પ્રદાન કરનારા કાર્યક્રમોને અગ્રીમતા અપાશે.યાદ રહે કે રાઠોડે સ્મૃતિ ઇરાનીની જગ્યાએ સૂચના પ્રસારણ રાજયમંત્રી (સ્વતંત્ર હવાલો) ની જવાબદારી સંભાળી છે.તેમની પાસે રમતગમત મંત્રાલયનો હવાલો પણ છે.ગયા મહિને મંત્રાલય દ્વારા ફેક ન્યુઝ અંગે બહાર પડેલા વિવાદિત પ્રેસ રિલીઝની પૃષ્ઠભુમિમાં આ ટિપ્પણી મહત્વની છે.મંત્રાલયના આ પગલાની મિડીયા સંગઠનો દ્વારા વ્યાપક ટીકા કરાઇ હતી અને વડાપ્રધાન મોદીના હસ્તક્ષેપ બાદ એ આદેશને પાછો ખેંચી લેવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application