Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વાયરસની મહામારી વચ્ચે નવસારી સરકારી હોસ્પિટલના આઈસોલેશનમાં ફરજ બજાવતા તબીબો

  • April 09, 2020 

Tapimitra News-કોરોના વાયરસના કહેર સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહયું છે. કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે. ભારત દેશમાં કોરોના વાયરસ ન ફેલાય અને સાવચેતી ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીઍ ૨૧ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી તેની ચુસ્તપણે અમલવારી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે વહીવટીતંત્ર, આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ દ્રારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણ જણાય આવે તો આરોગ્ય વિભાગ દ્રારા જે તે લોકોની કાળજી રાખી સારવાર આપવામાં આવે છે નવસારી સરકારી હોસ્પિટલમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ માટે ૧૦૦ બેડની વ્યવસ્થા કાર્યરત છે. તેમજ આઈ.સી.યુ. બેડ કાર્યરત છે. હોસ્પિટલમાં હાલમાં તબીબો, નર્સ, અને પેરામેડીકલ સ્ટાફની આરોગ્ય ટીમ સતત કોવિન-૧૯ કામગીરી કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application