Tapimitra News-આજરોજ જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લા કલેકટરશ્રી અગ્રવાલે ઍ જાહેર કર્યું હતું કે, જિલ્લા સ્તરે કોવિડ-૧૯ની સામે લડત માટે સો બેડની હોસ્પિટલ નિયમાનુસાર કાર્યરત કરવાની હોય છે, જેની સામે આગોતરા પગલાં રૂપે નવસારી જિલ્લામાં સિવીલ હોસ્પિટલ નવસારી, યશફીન હોસ્પિટલ તથા ઉદિત હોસ્પિટલ વાંસદા ખાતે ૧૦૦ બેડની વ્યવસ્થા સાથે સંપૂર્ણ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે તૈયાર કરવામાં આવી છે.આ હોસ્પિટલમાં ફ્લુ ઓપીડીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં બાળકો માટેની અલગ ઓપીડી પણ કાર્યરત રહેશે. રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસારની ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર છે. જેમાં ૧૦ બેડ આઇ.સી.યુ,વેન્ટીલેટર વગેરે આવશ્યકતાઓ સાથેના તૈયાર છે. હોસ્પિટલોમાં ડોક્ટરોની ટીમ સતત હાજર રહેશે. આ હોસ્પિટલમાં જો વધુ બેડની આવશ્યકતા ઉત્પન્ન થાય તો વધુ દર્દીઓને સમાવી શકવાની કેપેસિટી ધરાવે છે.કલેકટરશ્રી અગ્રવાલે કહયુંં હતું કે, નવસારી જિલ્લામાં આજ દિન સુધી કોઇ પોઝીટીવ કેસ થયેલ નથી. આ સમયે જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ કોવીડને રોકવા માટે પ્રિવેન્ટિવ પગલાં લઈ રહી છે તો સાથે જ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરની ટીમ કયોરેટીવ પાર્ટ સંભાળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application