Tapimitra News-કોરોના વાયરસ સંદર્ભે મૂકાયેલા લોકડાઉનના કારણે આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકો ઘરે જ રહે છે. આ બાળકોને ઘરમાં સુરક્ષિત રાખવા માટે માતા-પિતા અને કુટુંબના સભ્યો દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ બાળકો કેટલીકવાર મૂંઝાય કે ચીડાય છે. આવી પરિસ્થિતિમાં બાળકોને પ્રવૃત્તિમય રાખવા માટે તેમની ઉંમર પ્રમાણે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ કરાવવા માટે રમતગમત ભાગ ૧ અને ભાગ ૨ની પુસ્તિકાઓ આપવામાં આવી છે. આ પુસ્તિકાઓનું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંગણવાડી વર્કર બહેનો દ્વારા બાળકોના ઘરે-ઘરે જઇને વિતરણ કરી કોઇપણ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિથી વંચિત ના રહી જાય તે પ્રકારની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ વિતરણની સાથે કોરોના વાયરસ સંદર્ભે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application