Tapimitra News-કોરોના વાયરસના સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન જાહેર થવાની સાથે જ શ્રમિકો આંતરરાજ્ય કે જિલ્લામાંથી સ્થળાંતરિત થયા હતા. પરંતુ સ્થળાંતરિતો જે તે જગ્યાએ રોકાઇ જવાની રાજ્ય સરકારની સૂચનાથી વલસાડ જિલ્લામાં રોલા ગામે બનાસકાંઠા જિલ્લો તેમજ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ રાજ્યના બાળકો સહિત ૯૮ સ્થળાંતરિત શ્રમિકોને શેલ્ટરહોમમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.રાજયના એમ્પલોઇમેન્ટ એન્ડ ટ્રેનિંગના ડાયરેકટરશ્રી સુપ્રીતસિંગ ગુલાટીએ જિલ્લાના શેલ્ટર હોમોની મુલાકાત લીધી હતી. જેમાં વલસાડ તાલુકાના રોલા ખાતે દાદા ફાઉન્ડેશન ખાતેના શેલ્ટર હાઉસની મુલાકાત દરમ્યિાન શ્રમિકો સાથે ચર્ચા કરી વિગતો મેળવી હતી. શ્રમિકોએ પોતાને મળતી સુવિધાઓથી ખુશ હોવાનું જણાવી વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.શ્રી સુપ્રીતસિંગ ગુલાટીએ શ્રમિકોને મળતી આરોગ્ય સેવા, જમવાની વ્યવસ્થા, રહેવાના રૂમો અને રસોડાનું નિરીક્ષણ કરી વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓના કાર્યને બિરદાવી રાહત કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો. આ અવસરે પ્રાંત અધિકારીશ્રી વી.સી.બાગુલે ઉપસ્થિત રહી વિવિધ કામગીરી અંગે વાકેફ કર્યા હતા.સ્થળાંતરિત થયેલા શ્રમિકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તેની સંપૂર્ણ કાળજી રાખીને રહેવા અને જમવાની વ્યવસ્થા વહીવટીતંત્ર, સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી કરવામાં આવી છે.આ શ્રમિકો માટે આયુર્વેદિક ઉકાળો, ચા- નાસ્તો જમવાની વ્યવસ્થા, સેનેટાઇઝર અને માસ્કની વ્યવસ્થા, તથા સંપૂર્ણ વિસ્તારને સેનેટાઇઝ કરવાનું ભગીરથ કાર્ય વહીવટીતંત્રના સંકલનમાં રહી સામાજીક સંસ્થાઓ અને દાતાઓ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application