Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાઠેનામાં અનાજની કીટ નહી આપતા યુવક પર લોખંડના પાઈપથી હુમલો

  • April 09, 2020 

Tapimitra News-શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદોને ભોજન પુરુ પાડવાની સાથે અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે ભાઠેના ઉમીયા માતાના મંદિરની પાછળ પંચશીલનગરમાં અનાજની કીટનું વિતરણ કરતી વખતે બે વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્રસ્વરૂપ લેતા એક યુવકને પીઠ અને હાથના ભાગે લોખંડના પાઈપથી ઢોર મારમારી ફેક્ચર કરી નાંખ્યો હોવાની ફરિયાદ પોલીસમા નોધાઈ છે. સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભાઠેના ઉમીયા માતાના મંદિરની પાસે પંચશીલનગરમાં રહેતા મોહમંદ ફિરોજ મતી મલીક (ઉ.વ.૩૫) પાસે ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે ઘર નજીક સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી અનાજની કીટનું વિતરણ કરતા હતા તે વખતે મોહમંદ અઝરૂદીન અજીમોદીન શેખ (રહે,પંચશીનગર)એ તેની પાસે કીટ માંગી હતી પરંતુ ફિરોજ મલીકે કીટ આપવાની ના પાડતા અઝરૂદીન ઉશ્કેરાયો હતો. અને ગાળાગાળી કરી નજીકમાં પડેલ લોખંડના પાઈપથી તેને પીઠ અને હાથના ભાગે મારમારી ફેકચર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ફીરોજ મલીક અને અઝરૂદીન શેખ કોઈ સામાજિક સંસ્થા દ્વારા વિતરણ કરવા માટે અનાજની કીટ આપી ગયા હતા તે કીટનું વિતરણ કરતી વખતે બંને વચ્ચે બોલાચાલી થઈ ઝઘડો થયો હતો. બનાવ અંગે પોલીસે ફિરોજ મલીકની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application