Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલેક઼ટર-જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઈશ્યુ કરવામાં આવતા કોવિડ-૧૯નો ડુપ્લીકેટ પાસ બનાવી ફરતા બે ઝડપાયા

  • April 09, 2020 

Tapimitra News-જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કોવિડ-૧૯ના કામે આવશ્યક સેવામાં રોકાયેલા વ્યકિતઓને પાસ ઈશ્યુ કરવામાં આવતા પાસની ડુપ્લીકેટ પાસ બનાવી માર્કેટમાં ઘુસવાનો પ્રયાસ કરતા બે જણાને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કોમ્પ્યુટરના માધ્યમથી ડીજીટલ બનાવવામાં આવેલા ત્રણ ડુપ્લીકેટ પાસ કબજે કર્યા છે. પુણા પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના આરસામાં અવધ ટેક્ષટાઈલ માર્કેટ પાસેથી  ઐયુબ હૈદર શેખ (ઉ.વ.૫૦,રહે, ખ્વાજાનગર માન દરવાજા) અને મોહમંદ ફારૂક અબ્દુલમુનાફ શેખ (ઉ.વ.૩૫,રહે, અલ અમીન એપાર્ટમેન્ટ ગોવિંદનગર લિંબાયત)ને અટકમાં લીધા હતા. પોલીસે બંને પાસેથી જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ દ્વારા કોવિડ-૧૯ના કામે આવશ્યક સેવામા રોકાયેલ વ્યકિતને આપવામાં આવતા પાસ મળી આવ્યો હતો જોકે પાસ જાઈને પોલીસને શંકા જતા બંને જણાને અટકમાં લઈ આકરી પુછપરછ કરતા પાસ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતુ.આરોપીઓએ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની સહીવાળા કોરા પાસમાં કરેલ સહી સિક્કાવાળા ફોરમેટની કોપી કરી તેને કોમ્પ્યુટરના માધ્યમથી ડીજીટલ કોપી કરી તેની પ્રિ­ન્ટ કરી બનાવ્યા હતા. આરોપી પાસ બોગસ હોવા છતાંયે તેનો ઉપયોગ માર્કેટમાં પ્રવેશ કરવાનો હેતુથી બનાવી પોતાની પાસે રાખ્યા હોવાની કબુલાત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application