સિરિયામાં અમેરિકાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયુ છે અને તેમાં 22 અમેરિકન નાગરિકોને ઈજાઓ પહોંચી છે. આ પૈકીનાં 10 લોકોને દેશની બહાર સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અમેરિકન સેનાનું કહેવુ છે કે, આ દુર્ઘટનાં પાછળનુ કારણ હજી જાણવા મળ્યુ નથી. તેની તપાસ ચાલી રહી છે. જોકે આ આતંકી કૃત્ય નથી. આ દુર્ઘટનાનાં પગલે અમેરિકન સરકાર ચોંકી ઉઠી છે. કારણકે આ પહેલા માર્ચ મહિનામાં ઈરાને સિરિયા પર હુમલા કર્યા હતા અને તેમાં કેટલાક અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા હતા.
ખાડી દેશોમાં એમ પણ તનાવનો માહોલ છે. અહીંના વિવિધ દેશોમાં અમેરિકાએ પોતાના મિલિટરી બેઝ બનાવેલા છે અને ત્યાં અમેરિકન સેનાની તૈનાતી છે. સિરિયાનાં ઉત્તર પૂર્વ વિસ્તારમાં ક્રેશ થયેલુ અમેરિકન હેલિકોપ્ટર કોઈ મિલિટરી મિશન પર હોવાની પણ અટકળો થઈ રહી છે. જોકે આ મુદ્દે અમેરિકન સરકાર વધારે જાણકારી આપી રહી નહીં હોવાથી તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application